જૂની સરવઈ ગામે ચામુંડા માતાજીના મઢ પાસે જુગારધામ પર દરોડો,૮ શખ્સ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો દરોડો
૩ ફોર-વ્હીલ, ૯ મોબાઈલ અને રોકડ રકમ મળી રૃ. ૧૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર - બોટાદના જૂની સરવઈ ગામે ચામુંડા માતાજીના મઢ પાસે ખુલ્લામાં બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ૮ શખ્સને રોકડ, મોબાઈલ ,વાહન મળી રૃ.૧૬.૦૩ ના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ રૃરલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જૂની સરવઈ ગામે ચામુંડા માતાજીના મઢ પાસે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ બોટાદની ટીમે સફળ દરોડો પાડયો છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ૮ ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી બોટાદ, અમદાવાદ (ધોલેરા) અને ભાવનગર જિલ્લાના મળી કુલ ૮ શખ્સની અટકાયત કરી છે. અરવિંદ સવજીભાઈ ડાભી,રણજીતસિંહ અજીતસિંહ ચુડાસમા,ધીરુભા શિવુભા ગોહિલ, ત્રિકમ ગોરખભાઈ બાવળીયા,જગદેવસિંહ બહાદુરસિંહ ચુડાસમા,આસીફ ઉર્ફે અલી લિયાકતભાઈ અંદાણી,સંજય કાળુભાઈ પરમાર,પ્રવિણ ધીરુભાઈ ખોખાણી પાસેથી સ્થળ પરથી તેમજ અંગજડતીમાંથી રોકડા રૃ. ૯૮,૨૧૦, વિવિધ સ્માર્ટફોન નંગ ૯ (કિંમત રૃ. ૧,૦૫,૦૦૦) અને ૩ ફોર-વ્હીલ ગાડીઓ (મારૃતિ વેગનઆર, બ્રેઝા અને બલેનો - કિંમત રૃ. ૧૪,૦૦,૦૦૦) મળીને કુલ રૃ. ૧૬,૦૩,૨૧૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.બોટાદ એલસીબીએ આઠ શખ્સ વિરૃધ્ધ બોટાદ રૃરલ પોલીસ સ્ટેશનમાં જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




