રઈસે મોંઢુ ખોલ્યુંઃ દિલ્લી, મધ્યપ્રદેશથી મટિરિયલ લાવ્યાની કબૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં લઠ્ઠાકાંડનો કોહરામઃ મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો, 'મોતનો સોદાગર' રઈસ રિમાન્ડ પર
સિહોરના સર ગામના ડુંગરામાં રોયલ સ્ટેગની ૪૫ બોટલનો નાશ કરનારા બે ઝડપાયા, પોલીસ લાઇન પાસેથી બે ખાલી બોટલ મળી
ભાવનગર - ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે મોતનું તાંડવ સર્જ્યૂ છે. મૃતક આંક ૧૧એ પહોંચ્યો છે અને હજુ વધે તેવી શક્યતાઓ છે. બીજી તરફ મોતના સોદાગર રઈસની
એસએમસીની ટીમ સઘન પુછપરછ કરી રહી છે. જેમાં રઈસે મોંઢુ ખોલ્યું છે. નકલી દારૃ બનાવવા માટે તે દિલ્લી અને મધ્યપ્રદેશમાંથી મિટિરિયલ લાવ્યો હતો. રઈસની કબૂલાતના આધારે એસએમસીની ટીમ અલગ-અલગ સ્થળોએથી પુરાવાઓ એકત્ર કરી રહી છે. તદ્ઉપરાંત સિહોરમાં પકડાયેલી દારૃની બોટલ અંગે પણ એસએમસીની ટીમે તપાસ કરશે તેવી શક્યતા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં સર્જાયેલા દર્દનાક લઠ્ઠાકાંડને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઝેરી દારૃના આ કાળચક્રમાં દિન-પ્રતિદિન મૃત્યુઆંક વધી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, આ કરૃણાંતિકામાં અત્યાર સુધીમાં ૧૧ નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ ઘટના બાદ જાગેલી પોલીસે દરોડાનો દૌર શરૃ કરીને મુખ્ય સૂત્રધાર સહિત ૧૪ જેટલા આરોપીઓને પોતાના સિકંજામાં લઈ લીધા છે.આ સમગ્ર લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર અને 'મોતનો સોદાગર' ગણાતો રઈસ હાલ પોલીસ સમક્ષ રિમાન્ડ હેઠળ છે. નકલી દારૃ બનાવવા માટે રો-મટિરિયલ ક્યાંથી લાવ્યો, કેટલી જગ્યાએ તેણે દારૃ બનાવ્યો અને તેની સાથે કોણ-કોણ સંડોવાયેલું છે તેની જાણકારી મેળવવા સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રઈસની અલગ-અલગ તકનીકો અને કડક વ્યૂહરચનાથી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં રઈશે પોપટની જેમ મોઢું ખોલ્યું છે. નકલી દારૃ બનાવવા માટેનું રો-મટિરિયલ મેળવવા રઈસે દિલ્લી, મધ્યપ્રદેશ સહિત બેથી ત્રણ રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને ભાવનગરમાં બનાવેલા નકલી દારૃ માટે તે દિલ્લી, મધ્યપ્રદેશથી મટિરિયલ લાવ્યો હતો. રઈસે ભાવનગર ઉપરાંત અન્ય સ્થળોએ પણ નકલી દારૃ બનાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. રઈસની કબૂલાતના આધારે એસએમસીની ટીમ અલગ-અલગ સ્થળોએ તપાસ કરી પુરાવાઓ એકત્ર કરી રહી છે. બીજી તરફ, લઠ્ઠાકાંડ બાદ એક્શનમાં આવેલી પોલીસે ગત રાત્રે સિહોર તાલુકાના સર ગામના ડુંગરાળ વિસ્તારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને ઈસમોની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ કબૂલાત કરી હતી કે, વરતેજ ખાતે રહેતો હરદીપસિંહ મોરી એક મહિના પહેલાં તેમને 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની ૧૦ પેટી આપી ગયો હતો. તેમાંથી ૫ાંચ બોટલ તેમણે તથા તેમના મિત્રોએ પીધી હતી, પરંતુ દારૃ અત્યંત ખરાબ હોવાથી તેમણે હરદીપને આ જથ્થો પરત લઈ જવા કહ્યું હતું. દરમિયાનમાં હરદીપસિંહ મોરી પાછળથી 'રીડ્ઝ' બ્રાન્ડની ૧૦ પેટી આપી ગયો હતો અને રોયલ સ્ટેગની ૫ પેટી પરત લઈ ગયો હતો.પરંતુ લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા જ પકડાઈ જવાના ડરથી પ્રવીણ અને અશ્વિને સર ગામના ડુંગરામાં જઈને ૪૫ જેટલી બોટલો પથ્થર પર તોડીને નાશ કરી દીધો હતો. હાલ પોલીસે ફરાર હરદીપસિંહ મોરીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. આ સાથે જ હરદીપ મોરીનું કનેક્શન મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે છે કે નહીં, તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ સિહોરમાં પકડાયેલી દારૃ મામલે એસએમસીની ટીમ પણ તપાસ કરે તેવી શક્યતા છે. લઠ્ઠાકાંડની ઘટનાની ગંભીરતા વચ્ચે ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઇન સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી 'રોયલ સ્ટેગ' વિદેશી દારૃની બે ખાલી બોટલો મિલકતમાંથી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. અત્યંત સંવેદનશીલ ગણાતા પોલીસ લાઇન નજીકના વિસ્તારમાંથી દારૃની ખાલી બોટલો મળતાં જ પોલીસે તેને કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. એસએમસીની ટીમ દ્વારા સમગ્ર ભાવનગરમાં દારૃના દૂષણને નાથવા અને કસૂરવારોને કડકમાં કડક સજા અપાવવા માટે મોરચો માંડવામાં આવ્યો છે.
હિટાચી ઓપરેટરની દારૃ પીધા બાદ હાલત બગડી
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની અને હિતચી મશીન ઓપરેટર મુકેશ ડામોરે તેના મિત્ર સાથે દારૃનું સેવન કર્યું હતું. ત્યારબાદ તબિયત લથડતા તેને સર ટી.હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયો છે. નકલી દારૃ કાંડમાં યુવકની ગંભીર હાલતને પગલે તેના સગાસંબંધીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.









