બરાનીયામાં હોમવર્ક બાબતે વિદ્યાર્થીને ઠપકો આપતા આચાર્ય પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ પોલીસમાં એટ્રોસિટીનો ગુનો દાખલ
સરકારી ફરજમાં રુકાવટ કરી જાતિસૂચક અપશબ્દો બોલ્યા, શિક્ષકનો ફોન તોડી નાખ્યો
ભાવનગર - બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામે આવેલી માધ્યમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના ઇન્ચાર્જ આચાર્ય હર્ષદભાઈ પ્રવિણભાઈ ઝાલાએ ધોરણ-૯ માં ભણતા એક વિદ્યાર્થીને હોમવર્ક ન કરવા અને શાળામાં અનિયમિત આવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતનું મનદુઃખ રાખીને વિદ્યાર્થીના કુટુંબીજનોએ શાળામાં આવીને સરકારી આચાર્ય સાથે ગંભીર ગેરવર્તણૂક કરી હતી.
ફરિયાદ અનુસાર, ધંધુકા તાલુકાના ફેદરા ગામે રહેતા અને બરાનીયા ગામે આવેલી માધ્યમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય હર્ષદભાઈ પ્રવિણભાઈ ઝાલાએ ધોરણ ૯ માં ભણતા પરશોત જેજરીયાના દિકરાને હોમવર્ક બાબતે તથા શાળામા નિયમિત આવવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી આ બાબતનુ મનદુઃખ રાખીને જગદીશ જેજરીયા, પરશોતમભાઈ જેજરીયા, ધનજી રૃપસંગભાઇ જેજરીયા, હેમુભાઇ જેજરીયા અને એક અજાણ્યા શખ્સે ઇરાદા પુર્વક જાહેરમાં ઇન્ચાર્જ આચાર્ય બિભત્સ ગાળો આપી જ્ઞાાતી વિશે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ધનજી જેજરીયાએ શાળામાં પડેલ બેટ ઇન્ચાર્જ આચાર્ય સામે ઉગામી જ્ઞાાતી વિશે અપમાનિત કરી સરકારી ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાનમાં બનાવ દરમિયાન આચાર્યએ વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતા શખ્સોએ તેમનો ફોન હાથમાંથી ઝૂંટવી લીધો હતો, જે બાદમાં અન્ય શિક્ષકો દ્વારા તૂટેલી હાલતમાં પરત મળ્યો હતો. આ મામલે રાણપુર પોલીસ મથકે જગદીશભાઈ, પરશોતમભાઈ, ધનજીભાઈ, હેમુભાઈ જેજરીયા અને એક અજાણ્યા શખ્સ સામે એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




