Bhavnagar

રક્ષાબંધન પર્વને લઈ ટપાલ વિભાગ દ્વારા રાખી મેલ સુવિધાનો પ્રારંભ

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર: રક્ષાબંધન પર્વે રાખડી મોકલવા માટે ભારતીય ટપાલ વિભાગે "રાખી મેલ" યોજના અમલમાં મૂકી છે. 12 ઓગસ્ટથી 15 દિવસ માટે લાગુ આ યોજનામાં સ્પીડ પોસ્ટ પર 10% ડિસ્કાઉન્ટ મળશે. નાગરિકો નજીકની પોસ્ટ ઓફિસથી વધુમાં વધુ 5 રાખડી કવર બુક કરાવી, સસ્તી અને ઝડપી સેવાનો લાભ લઈ શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષાબંધન પર્વને લઈ ટપાલ વિભાગ દ્વારા રાખી મેલ સુવિધાનો પ્રારંભ

૧૨ ઓગસ્ટથી ૧૫ દિવસ યોજના અમલી બનાવાઈ

વિશેષ ડિસ્કાઉન્ટ સાથે નાગરીકો સસ્તી અને ઝડપી ભરોસાપાત્ર સેવાનો લાભ મેળવી શકશે

ભાવનગર -  ભારતીય ટપાલ વિભાગ દ્વારા આગામી રક્ષાબંધન પર્વનિમિત્તે રાખડી મોકલવાની સુવિધાને વધુ સસ્તી અને ઝડપી અને લાભદાયક બનાવવા રાખી મેલ યોજના ૧૫ દિવસ માટે અમલી બનાવી છે. ેજમાં વધુમાં વધુ પાંચ સ્પીડ પોસ્ટ  આમ કુલ બુક કરાવી શકાશે.

ભાઈ બહેનનાં અતુટ પ્રેમ અને સ્નેહનાં પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે લોકો ભારતીય ટપાલ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા પોતાની રાખડી વધુમાં વધુ સંખ્યામાં મોકલે તે હેતુથી વિભાગ દ્વારા રાખી મેઈલ પર ૧૦ ટકાનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યોજના તમામ પોસ્ટ ઓફિસમાં ૧૨ ઓગસ્ટથી અમલમાં આવી ગઈ છે. રાખડી બુક કરવા ઈચ્છતા નાગરિકો નજીકની પોસ્ટ ઓફિસ ખાતે રાખડીનું બુકીંગ કરાવી શકશે. આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ રાખડી કવરની આગળના ભાગ પર સ્પષ્ટ અક્ષરે રાખી મેલ લખવાનું રહેશે. આ યોજના હેઠળ એક ગ્રાહક એક સમયે વધુમાં વધુ પાંચ સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ બુક કરાવી શકશે. આ ડિસ્કાઉન્ટ માત્ર પોસ્ટ ઓફિસનાં કાઉન્ટર પરથી રુબરુ કરવામાં આવતા રિટેલ બુકિંગ માટે જ માન્ય રહેશે.