Bhavnagar

ભાવનગર - ગિર સોમનાથ નેશનલ હાઈવે પર દર બે દિવસે એક પ્રાણઘાતક અકસ્માત

By GS Team
4 Oct 20263 mins read
TukuTouch Logo
ભાવનગરથી મહુવા સુધીના 95 કિલોમીટરના નેશનલ હાઈવે પર રખડતા પશુઓ અને બંધ પડેલા વાહનોને કારણે અકસ્માતોની સંખ્યા વધી છે. છેલ્લા એક વર્ષમાં 43થી વધુ અકસ્માતો થયા છે, જેમાં 38 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર - ગિર સોમનાથ નેશનલ હાઈવે પર દર બે દિવસે એક પ્રાણઘાતક અકસ્માત

ગોઝારા બનતા માર્ગને લઈને તંત્ર ખામોશ, અધિકારીઓ ધ્તરાષ્ટ

ભાવનગરથી મહુવા સુધીનાં ૯૫ કિલોમીટરના ધોરીમાર્ગ પર રેઢીયાર પશુઓના અખંડ અડીંગા ને લઈને સર્જાય છે અકસ્માત

ભાવનગર -  ભાવનગરના ભાલપંથક થઈને શહેરને આવરી ગિર સોમનાથ જિલ્લાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ શહેર ઉપરાંત બે તાલુકાને જોડતો માર્ગ પણ છે થોડા સમય પૂર્વે આ માર્ગનું નવેસરથી નવિનીકરણ કરવામાં આવ્યું હતું જૂનાં માર્ગનું વિસ્તૃતિકરણ સાથે આ રોડને ૬ લેન બનાવવામાં આવ્યો હતો પરંતુ માર્ગ નવિનીકરણ બાદ જવાબદાર તંત્ર ની ફરજ પૂર્ણ થઈ ચૂકી હોય તેમ આ ધોરીમાર્ગ પર રેઢીયાર પશુઓના અડીંગાને પગલે છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે આવા અકસ્માતમાં નિર્દોષ લોકો જીવ ગુમાવવા સાથે પારાવાર નુકસાન પણ થઈ રહ્યું છે છતાં નિંભર તંત્રની નિંદર નથી ખુલતી.

નેશનલ હાઈવે નાં નવનિર્માણ બાદ આવાં માર્ગોની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગની હોય છે ભાવનગર શહેર અને જિલ્લામાંથી નેશનલ હાઈવે પસાર થાય છે જિલ્લાના ભાલપંથકથી શરૃ થતો આ માર્ગ શહેરમાં થઈને ગિર સોમનાથ જિલ્લાને જોડે છે ભાવનગર જિલ્લાના તળાજા, તથા મહુવા તાલુકાને પણ આ મુખ્ય માર્ગ જોડે છે થોડા વર્ષો પહેલાં કેન્દ્ર સરકારે કરોડો રૃપિયાનો ખર્ચ કરી પરિવહન માટે આ માર્ગને વધુ સુદ્રઢ બનાવ્યો હતો માર્ગનું વિસ્તૃતિકરણ સાથે વિકસાવાયેલા આ માર્ગ પર ટોટલ ત્રણ ટોલ બુથ પણ બનાવવામાં આવ્યા છે અને વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્ષની વસુલાત પણ કરવામાં આવે છે ત્યારે આટલી કામગીરી બાદ નેશનલ હાઇવે ઓથોરિટી ની જવાબદારી પૂર્ણ થઈ હોય એવું ઓથોરિટી નું માનવું છે! ભાવનગર થી મહુવા સુધીનાં ૯૫ કિલોમીટરના રોડ પર બારેમાસ રેઢીયાર પશુઓના ટોળા રોડ વચ્ચોવચ જોવા મળે છે આવા પશુઓના કારણે દર બે દિવસે એક થી વધુ પ્રાણઘાતક અકસ્માત સર્જાય છે અને અકસ્માત પશુઓ અથડાવતા અથવા પશુ વાહન આડા ઉતરવાના કારણે સર્જાય છે અકસ્માત એટલાં ગંભીર હોય છે કે દુર્ઘટના માં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા સાથે શરીરમાં કાયમી ખોડ-ખાપણ રહી જવા કે અપંગતા સુધીની નોબત આવે છે આ સિવાય બ્રેક ડાઉન વાહનો પણ ગાડા માર્ગ પર પડયા હોય એવી રીતે ધોરી માર્ગ પર બંધ હાલતમાં પડયા હોય છે ત્યારે ધોરીમાર્ગ ને પશુઓ કે અવરોધ મુક્ત રાખવાની કોઈ જ કામગીરી જવાબદાર તંત્ર ન કરતું હોવાની ફરિયાદો વાહન ચાલકો કરી રહ્યા છે.

એક વર્ષમાં ૩૮ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

ભાવનગર થી મહુવા વચ્ચેનાં રોડ પર એક વર્ષમાં નાનાં-મોટાં ૪૩ થી વધુ અકસ્માતો રેઢીયાર પશુઓ કે રોડ વચ્ચે બંધ પડેલા વાહનોનાં કારણે સર્જાયા હતા આ અકસ્માતમાં ૩૮ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું બિનસત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

હાઈવે ક્લિયર રાખવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ની...

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ હાઈવે પર કોઈ પણ પ્રકારનો અવરોધ ન સર્જાય તે જોવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ની હોય છે ઓથોરિટી ના માણસો એ માર્ગ પર રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવાનું હોય છે અને રોડપર બેસતા,ઉતરી આવતા પશુઓને દૂર રાખવા સાથે બંધ પડેલા વાહનોને રોડ પરથી સલામત અંતરે રાખવા તથા માર્ગ પર સર્જાતી ક્ષતિઓ દૂર કરવાની જવાબદારી હોય છે.