Bhavnagar

એસ.ટી.ના નવા-જૂના કર્મીઓને પગારમાં વિસંગતાઓથી અસંતોષ

By GS Team
25 Jun 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક કક્ષાના નવા-જૂના કર્મચારીઓના પગારમાં વિસંગતતાને કારણે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. 1-1-2006થી ફિક્સેશન ન થતા આ મુશ્કેલી સર્જાઈ છે. આ અંગે એમ.ડી. સાથે 8 માસ પહેલા થયેલી મિટિંગ છતાં કોઈ પરિણામ ન મળતા કર્મચારીઓમાં રોષ વધ્યો છે અને તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એસ.ટી.ના નવા-જૂના કર્મીઓને પગારમાં વિસંગતાઓથી અસંતોષ

એમ.ડી. સાથે મિટીંગમાં ચર્ચા થયાને ૮ માસ થયા છતાં પરિણામ શૂન્ય

ભાવનગર - એસ.ટી. નિગમના નવા અને જૂના કર્મચારીઓના પગારમાં વિસંગતાઓને કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે.

એસ.ટી.માં તા.૧-૧-૨૦૦૬થસ નોશનલ ગણી ફિક્સેશન કરાયા બાદ ડ્રાઈવર-કંડક્ટરના પગાર ધોરણોમાં સુધારો થતાં તેમાં તા.૧-૧-૨૦૦૬થી ફિક્સેશન કરવું જોઈએ તે ન કરાતા ડ્રાઈવર-કંડક્ટર અને મિકેનિક કક્ષામાં નવા-જૂના કર્મચારીઓને પગારમાં વિસંગતાઓ ઉભી થઈ છે. જે બાબતે એમ.ડી.ને રજૂઆત કરી વિસંગતાઓ દૂર કરવા માંગ કરાઈ હતી. પરંતુ મિટીંગમાં ચર્ચા થયાને ૮ માસથી પણ વધુ સમય થયો હોવા છતાં કોઈ જ પરિણામ ન મળતા કર્મચારીઓમાં અસંતોષની લાગણી ફેલાઈ છે અને આ બાબતે નિગમ દ્વારા તાત્કાલિક પગલા ભરવા જોઈએ તેવી માંગણી ઉઠી છે.