Bhavnagar

બોટાદના ધારપીપળા ગામે ઢોર તગડવા મામલે પાડોશીઓનો આધેડ પર હુમલો

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
બોટાદના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે રેઢીયાર ઢોર ભગાડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. વલ્લભભાઈ જીડીયાના પત્નિ ઢોર ભગાડવા ગયા ત્યારે પાડોશી રામાભાઈ અને તેમના પત્નિ લીલાબેન ગાળો બોલવા લાગ્યા. ગાળો બોલવાની ના પાડતા રામાભાઈએ વલ્લભભાઈને લાકડી વડે માર માર્યો. ત્યારબાદ રામાભાઈનો પુત્ર અજય અને તેની પત્નિએ ગુપ્તી તથા ધારીયા વડે જાનથી મારી નાખવાની ધમકી આપી. રાણપુર પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદના ધારપીપળા ગામે ઢોર તગડવા મામલે પાડોશીઓનો આધેડ પર હુમલો

રાણપુર પોલીસ મથકે ગુનો નોંધાયો

રેઢીયાર ઢોરને ભગાડવા બાબતે બોલાચાલી બાદ દંપતી સહિત ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર -  બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે વાડીના ઝાપા પાસે રેઢીયાર ઢોર ભગાડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ જતા આધેડને ગંભીર માર મારી ઈજા પહોચાડી હતી.

મળતી વિગતો મુજબ, ધારપીપળા ગામે રહેતા વલ્લભભાઈ અરજણભાઈ જીડીયા (ઉં.વ. ૪૫) ગઈકાલે બપોરે પોતાના પરિવાર સાથે વાડીએ જમતા હતા. તે સમયે વાડીના ઝાપે રેઢીયાર ઢોર આવતા તેમના પત્નિ સજ્જનબેન ઢોર તગડવા ગયા હતા. આ દરમિયાન વાડી પાડોશી રામાભાઈ માધાભાઈ જીડીયા અને તેમના પત્નિ લીલાબેન બાઇક પર આવી અચાનક ગાળો આપવા લાગ્યા હતા. વલ્લભભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા રામાભાઈએ લાકડી વડે વલ્લભભાઈના માથામાં અને કોણી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ રામાભાઈનો પુત્ર અજય હાથમાં ગુપ્તી અને તેની પત્નિ લોખંડનું ધારીયું લઈ આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત વલ્લભભાઈને પ્રાથમિક સારવાર રાણપુર અને બાદમાં વધુ સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે રાણપુર પોલીસે ચારેય આરોપીઓ સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.