વોટ્સએપમાં આવેલી એપીકે ફાઈલ ડાઉનલોડ કરતા આધેડના ક્રેડિટકાર્ડમાંથી નાણાં ઉપડી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ક્રેડિટ કાર્ડમાં વિમો બંધ કરાવવા માટેનો ફોન આવ્યા બાદ એપીકે ફાઈલ આવી હતી, કાર્ડમાંથી કટકે-કટકે રૃા.૭૪,૧૮૯ કપાઈ ગયા
ભાવનગર - શહેરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા આધેડે વોટ્સએપમાં આવેલી એપીકે ફાઈલ ડાઉનલોડ કરતા તેમના ક્રેડિટકાર્ડમાંથી કટકે-કટકે રૃા.૭૪,૧૮૯ કપાઈ ગયા હતા. આ અંગે ઘોઘારોડ પોલીસ મથકમાં મોબાઈલ નંબરના ધારક સામે ગુનો નોંધાયો છે.
શહેરના બોરડીગેટ મહાત્મા ગાંધી સોસાયટી ખાતે રહેતા નિલેષભાઈ રાજાભાઈ સોલંકીએ ઘોઘારોડ પોલીસ મથકમાં મોબાઈલ નંબર (૭૩૬૭૯૬૫૧૪૪) ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૮-૪ના રોજ તેમનું બેંક ઓફ બરોડાનું ક્રેડિટકાર્ડ ઘરેથી ગુમ થયું હતું. જેથી ક્રેડિટકાર્ડ બ્લોક કરાવવા બેંક ઓફ બરોડાની ડોન ચોક શાખામાં સંપર્ક કરતા તેમણે બેંકની એપમાંથી બંધ કરાવવાનું જણાવ્યું હતું. જે બાદ ગત તા.૧૦-૪ના રોજ તેમને ઉક્ત મોબાઈલમાંથી ફોન આવ્યો હતો અને 'તમારા ક્રેડિટ કાર્ડમાં વિમો શરૃ છે તમારે બંધ કરાવવો હોય તો તમને વોટ્સએપમાં મેસેજ મોકલ્યો છે તે ઓપન કરી વિમાનો એપ્શન ઓફ કરી દો તેમ જણાવ્યું હતું.' જે બાદ વોટ્સએપમાં એક એપીકે ફાઈલ આવી તે ઓપન કરતા તેમનો ફોન હેંગ થઈ ગયો હતો અને ક્રેડિટકાર્ડમાંથી કટકે-કટકે રૃા.૭૪,૧૮૯ ઉપડી ગયા હતા. આ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









