Bhavnagar

તળાજામાં આધેડનો આપઘાત, બે પાનાની સુસાઈડ નોટ મળી

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
તળાજાના ગોપનાથ રોડ પર 51 વર્ષીય ફિરોઝશા પટ્ટણીએ ઝાડ પર લટકી આત્મહત્યા કરી. મૃતદેહ પાસેથી 2 પાનાની સુસાઈડ નોટ મળી, જેમાં 8 વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે વ્યાજખોરોના કારણે પ્લોટ પણ વેચવો પડ્યો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તળાજામાં આધેડનો આપઘાત, બે પાનાની સુસાઈડ નોટ મળી

ઝાડ સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યો, લોકોના ટોળા એકઠા થયા

વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભર્યાનો આરોપ, મહેમાનો સાથે વાતચીત કર્યા બાદ અંતિમ પગલું ભર્યું

તળાજા -  તળાજાના ગોપનાથ રોડ પર આધેડે ઝાડ સાથે લટકી જઈ આત્મહત્યા કર્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભર્યાના આરોપ મુકતી બે પાનાની સુસાઈડ નોટ મૃતક આધેડ પાસેથી મળી આવી હતી.

તળાજાના દિનદયાળનગર, ખારો અને હાલ પાવઠી ગામે રહેતા ફિરોઝશા હુસેનશા પટ્ટણી (મુન્ના પટ્ટણી) (ઉ.વ.૫૧)એ ગોપનાથ રોડ પર પેટ્રોલપંપ નજીક પોતાની ભાડાની ઝાંઝર બોડી ગેરેજ નામની દુકાનની પાસેના રોડ પર આવેલા વૃક્ષ પર દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. બનાવને પગલે પોલીસે સ્થળ પર દોડી જઈ મોબાઈલ ફોન અને એક બે પાનાની સુસાઈડ નોટ કબજે કરી હતી. સુસાઈડ નોટમાં મૃતકે ૨૦ ટકા જેટલું ઉંચું વ્યાજ વસૂલતા આઠ વ્યાજખોરના ત્રાસના કારણે અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો.

બનાવને લઈ મૃતકના ભાઈ ફારૃકભાઈ પટ્ટીએ જણાવ્યું હતું કે, લેણાવાળાના કારણે તેમના ભાઈને તળાજા છોડી પાવઠી જતું રહેવું પડયું હતું. દોઢેક વર્ષ પહેલા લેણું ચૂકવવા પાંચ-સાડા પાંચ લાખનો પ્લોટ વેચી દેવો પડયો હતો. મૃતક ફિરોઝશા ગઈકાલે બહેન અને અન્ય મહેમાનો સાથે જમ્યા બાદ મોડીરાત સુધી વાતચીતો પણ કરી હતી. વધુમાં આઠ પૈકીનો એક શખ્સ ભાવનગરનો વતની હોવાનું પણ જાણવા મળ્યું છે. આ શખ્સે રૃા.૨.૮૦ લાખના બદલામાં ૩.૩૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં ચેક પરત કર્યો ન હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.