Bhavnagar

બાઈક આડી રાખવા મામલે બોલાચાલીમાં આધેડ પર પાઇપ અને કડા વડે હુમલો

By GS Team
1 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘા તાલુકાના વાવડી ગામે મોટરસાયકલ આડી રાખવા જેવી નજીવી બાબતે રતીભાઈ ચુડાસમા (ઉં.વ. ૫૫) પર મનદીપ મકવાણા, સંજય ચાવડા અને ઋષભ ચાવડાએ લોખંડના પાઇપ અને કડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં રતીભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘોઘા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાઈક આડી રાખવા મામલે બોલાચાલીમાં આધેડ પર પાઇપ અને કડા વડે હુમલો

ઘોઘા પોલીસ મથકે ત્રણ સામે ગુનો દાખલ

વાવડી ગામના ચોકમાં બપોરના સમયે રસ્તાની અદાવતમાં આધેડને ગંભીર ઇજા પહોંચાડી

ભાવનગર - ઘોઘા તાલુકાના વાવડી ગામે મોટરસાયકલ આડી રાખવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં આધેડ પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને કડા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને માથા અને કપાળના ભાગે ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાવડી ગામમાં રહેતા રતીભાઈ નોંઘાભાઈ ચુડાસમા (ઉં.વ. ૫૫) ગત રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં વાડીએથી મોટરસાયકલ પર ઘરે જમવા આવી રહ્યા હતા. તે દરમિયાન વાવડી ગામના ચોકમાં ગામનો જ મનદીપ મકવાણા સામેથી પોતાની મોટરસાયકલ લઈ આવ્યો હતો અને રતીભાઈની બાઇક સામે પોતાની બાઇક નાખી દીધી હતી. રતીભાઈએ પોતાની મોટરસાયકલ સાઇડમાં ઉભી રાખી ગાળો દેવાની ના પાડતા જ મંનદીપ ઉશ્કેરાઈ ગયો હતો. મનદીપે પોતાની બાઇકમાંથી લોખંડનો પાઇપ કાઢી રતીભાઈને વાસાના ભાગે ફટકારી દીધો હતો. તે જ સમયે તેના અન્ય બે મિત્રો સંજય ધનાભાઈ ચાવડા અને ષિભ ચાવડાએ પાછળથી આવીને રતીભાઈને પકડી રાખ્યા હતા. ત્યારબાદ મંદીપે પોતાના હાથમાં પહેરેલા લોખંડના કડા વડે રતીભાઈના માથા અને કપાળના ભાગે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ સંદર્ભે રતીભાઈએ ઘોઘા પોલીસ સ્ટેશનમાંત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.