Bhavnagar

ભાવનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી નોંધાયુ

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં વરસાદે વિરામ લેતા ભાદરવાની આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે સોમવારે મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું. ભેજનું પ્રમાણ 61 ટકા અને પવનની ગતિ 8 કિલોમીટર રહી. ગરમી વધતા બિમારીના કેસ પણ વધ્યા છે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી નોંધાયુ

વરસાદનો વિરામ, ભાદરવાની આકરી ગરમીથી લોકો ત્રાહિમામ

લઘુત્તમ તાપમાન ર૪.પ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને પવનની ઝડપ ૮ કિલોમીટર નોંધાઈ

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી નોંધાયુ હતું. જિલ્લામાં આજે સોમવારે વરસાદે વિરામ લીધો છે અને ભાદરવાની આકરી ગરમીના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

જિલ્લામાં આજે સોમવારે મહત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૪.પ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને પવનની ઝડપ ૮ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે રવિવારે મહત્તમ તાપમાન ૩૩.૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૪.૬ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની ઝડપ ૧ર કિલોમીટર નોંધાઈ હતી. છેલ્લા ર૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં ૧ ડિગ્રી કરતા વધુનો વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન વધતા ગરમીનુ જોર વધ્યુ છે. હાલ ભાદરવાના આકરા તડકા પડી રહ્યા છે તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ગરમીના પગલે હાલ બિમારીના કેસ પણ વધ્યા છે.

જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેમ આજે સોમવારે એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં સારો વરસાદ પડી ગયો છે તેથી ખેતીના પાકને જીવનદાન મળી ગયુ છે અને ખેડૂતોને રાહત થઈ હોવાનુ જાણવા મળેલ છે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ કાર્યરત નથી તેથી વરસાદ પડવાની શકયતા જણાતી નથી તેમ જાણકારોમાં ચર્ચાય રહ્યુ છે.