Bhavnagar

વિદેશી દારૃની કારમાં હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં બોરતળાવ પોલીસે દારૂબંધી અંગે મોટી કાર્યવાહી કરી છે. પેરોલ ફર્લો સ્કવોડે હરખા ભાભાની વાડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે નરેન્દ્રસિંહ ગોહિલને ઝડપી પાડ્યો હતો. પોલીસે ₹28,536ની કિંમતની 174 બોટલ દારૂ અને ₹5.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂ મંગાવનાર રામદેવસિંહ સરવૈયા ફરાર છે, પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી દારૃની કારમાં હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

દારૃની ડિલિવરી મંગાવનાર શખ્સ ફરાર

પેરોલ ફર્લો સ્કવોડે દારૃ, કાર મળી રૃ.૫.૨૮ લાખના મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર - બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૃબંધી અંગે મોટી કાર્યવાહી કરી છે. પેરોલ ફર્લો સ્કવોડે હરખા ભાભાની વાડી પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેરોલ ફર્લો સ્કવોડન સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી મુજબ, નરેન્દ્રસિંહ વનરાજસિંહ ગોહિલ પાસ-પરમિટ વગર ભારતીય બનાવટના અંગ્રેજી દારૃની ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યો હતો. બોરતળાવ પોલીસે હરખાભાભાની વાડી પાસે રોડ પર દરોડો પાડી વિદેશી દારૃની ૧૭૪ બોટલ રૃ.૨૮,૫૩૬ અને કાર મળી રૃ. ૫,૨૮,૫૩૬ ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયાએ મદદગારી કરી હોવાનું ખુલતા બન્ને ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.