નવાપરામાં લોડેડ પિસ્ટલ લઈ ફરતો શખ્સ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એસઓજીએ પિસ્ટલ, છ જીવતા કારતૂસ કબજે લીધા
આઠેક વર્ષ પહેલા નવાપરાના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યાની કબૂલાત
ભાવનગર - શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં લોડેડ પિસ્ટલ લઈને ભમતા એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે દબોચી લીધો હતો.
શહેરના નવાપરા, ઈદાહ મસ્જિદની સામે ઈન્ડિયા મોટર્સ નામની દુકાન ચલાવતો જાહિદ હુસેનભાઈ મકવાણા નામનો શખ્સ પિસ્ટલ જેવું હથિયાર રાખીને ફરતો હોવાની બાતમીના આધારે ભાવનગર એસઓજીની ટીમે દરોડો પાડી જાહિદ મકવાણા (રહે, ફ્લેટ નં.બી/૨૧૪, મહેક એપાર્ટમેન્ટ, નવાપરા )ને ઝડપી લઈ એક દેશી બનાવટની પિસ્ટલ, ૬ જીવતા કારતૂસ કબજે કરી પૂછતાછ કરતા આઠેક વર્ષ પહેલા તેણે ઈર્શાદ રફિકભાઈ શેખ (રહે, ગરાસિયા બોર્ડિંગની સામે, નવાપરા) નામના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે એસઓજીએ બન્ને શખ્સ સામે નિલમબાગ પોલીસમાં આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧-બી) (એ), ૨૯ અને જીપીએ ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.




