Bhavnagar

માઈધાર ગામ પાસે કારમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ જબ્બે

By GS Team
6 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર નજીક પાલીતાણા ગ્રામ્ય પોલીસે માઈધાર ગામ પાસેથી કારમાંથી વિદેશી દારૂની 96 બોટલ સાથે 1 શખ્સને ઝડપી લીધો છે. પોલીસે 2.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીએ અનિલ નામના શખ્સ પાસેથી દારૂ લાવ્યાનું કબૂલતાં, પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માઈધાર ગામ પાસે કારમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ જબ્બે

પાલિતાણા ગ્રામ્ય પોલીસ ગુનો નોંધ્યો

પોલીસે વિદેશી દારૃની ૯૬ બોટલ મળી કુલ રૃા.૨.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર -  પાલિતાણાના માઈધાર ગામ પાસે કારમાંથી વિદેશી દારૃની ૯૬ બોટલ સાથે એક શખ્સને પાલિતાણા ગ્રામ્ય પોલીસે ઝડપી લઈ બે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલિતાણા તાલુકાના માઈધાર ગામ પાસેથી કાર (જીજે-૦૪-એમ-૯૪૫૩)માં દારૃ લઈને એક શખ્સ દારૃનો જથ્થો લઈને ઉભો હોવાની પાલિતાણા ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા માઈધાર ગામ પાસે આવેલ શંકરમંદિર પાસે આવતા બાતમીવાળી ઉક્ત કાર આવતા કારને તપાસતા કારની પાછળની સીટમાં રાખેલી વિદેશી દારૃની ૯૬ બોટલ મળી આવતા પોલીસે દારૃ અને કાર સહિત કુલ રૃા.૨,૫૦,૯૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૃનો જથ્થો તે અનિલ (રહે.ટીમાણા, તા.તળાજા) પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને સામે ગુનો  નોંધ્યો છે.