નીટ અને સેટ પરીક્ષાને અનુલક્ષી યુનિવર્સિટીમાં વ્યાખ્યાન માળા યોજાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અંગ્રેજી ભવનના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા
આ.પ્રોફેસર કે જેઆરએફ હાંસલ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ તક અમૂલ્ય સાબિત થશે
ભાવનગર - મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસટીના અંગ્રેજી ભવન દ્વારા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. યુનિવસટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા લેવાતી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અને સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષાઓને અનુલક્ષીને એક વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વ્યાખ્યાનમાળા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે, જેઓ કોલેજ અથવા યુનિવર્સિટી કક્ષાએ એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી મેળવવા અથવા જુનિયર રિસર્ચ ફેલોશિપ હાંસલ કરવા ઈચ્છે છે. આ બંને પરીક્ષાઓ પાસ કરવી એ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશ માટે અનિવાર્ય શરત છે. આ વ્યાખ્યાનમાળાની સૌથી ખાસ વાત એ છે કે તેનું સંકલન અને સંચાલન અંગ્રેજી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે પોતે આ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે. તેમનો પ્રત્યક્ષ અનુભવ અને માર્ગદર્શન વર્તમાન વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય સાબિત થશે. આ વ્યાખ્યાનમાળા ૨૪ ઓગસ્ટથી ૨૫ સપ્ટેમ્બર સુધી ચાલશે. તે બાદ યુનિવસટીની પરીક્ષાઓ પૂર્ણ થયા પછી આ વ્યાખ્યાનમાળાના બીજા તબક્કાનું પણ આયોજન કરવામાં આવશે. આ વ્યાખ્યાનો યુ-ટયુબ મારફતે લાઇવ પ્રસારિત કરવામાં આવશે. વધુમાં, તેનું રેકોડગ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ભાવનગર યુનિવસટી સિવાય અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ આ માર્ગદર્શનનો લાભ મેળવી શકે.









