આઇટી રીટર્ન ફાઇલ કરવાના છેલ્લા બે દિવસ ઃ લાખો કરદાતા બાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાંચ મોટા નુકસાનથી બચવા આઇટીઆર જરૃરી
ભાવનગરમાં ચારેક લાખ કરદાતામાંથી હજુ અંદાજે દોઢ લાખનું આઇટી રીટર્ન બાકી હોવાનું તારણ
ભાવનગર - પાંચ મોટા નુકસાનથી બચવા નિશ્ચિત આવક મર્યાદાથી ઉપર જતા કરદાતાઓ માટે આઇ.ટી. રિટર્ન ભરવાની તારીખ ૩૧ ઓગસ્ટ નિયત કરાઇ છે. એક અંદાજ મુજબ આ મર્યાદામાં ભાવનગર જિલ્લાના ચારેક લાખ કરદાતાઓમાંથી હજુ પણ અંદાજે દોઢ લાખ લોકોના આઇ.ટી. રિટર્ન બાકી હોવાનું ચૂત્રોમાંથી જણાયું છે.
ગત વર્ષે રાજ્યમાં ૮૯ લાખ લોકોએ આઇટીઆર ભર્યું હતું, આ વર્ષે દેશમાં અત્યાર સુધીમાં ૭ કરોડ અને સુરતમાં ૧૦ લાખથી વધુ લોકોએ આઇટીઆર ફાઇલ કરી દીધું છે. જ્યારે ભાવનગરની વાત કરીએ તો જિલ્લામાં ચારેક લાખ કરદાતામાંથી અંદાજે દોઢ લાખ લોકોના આઇટી રિટર્ન બાકી હોવાનું જાણવા મળ્યું છે જેની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ નિશ્ચિત કરાઇ છે. આમ હજુ પણ લાખો કરદાતાઓ બાકી છે. જાણકારોનું કહેવું છે કે નિયત તારીખ બાદ રિટર્ન ભરવાના ૫ મોટા નુકશાન થઇ શકે છે જેમાં ૫ લાખથી વધુ આવક હોય તો રૃા.૫૦૦૦ અને ૫ લાખથી ઓછી આવક હોય તો રૃા.૧૦૦૦નો દંડ. બાકી ટેક્સ પર કલમ ૨૩૪એ હેઠળ દર મહિને ૧ ટકા વ્યાજ, શેરબજાર કે ધંધાનું નુકસાન આગળના વર્ષમાં બતાવી શકાશે નહીં. કરદાતાનું રિફંડ હશે તો તે મોડું મળશે અને તેના પર વ્યાજનું નુકસાન થઇ શકે છે અને વિભાગ દ્વારા સ્ક્રુટિની અને નોટિસ આવવાની શક્યતા વધી જાય છે ત્યારે નિયત સમય મર્યાદામાં આઇટી રિટર્ન ભરવા અપીલ કરાઇ છે.




