વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત કુલ ૧૬ ભરતી મેળામાં ૧૧૦૬ ઉમેદવારને નોકરીની તક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરની ૧૧ આઇટીઆઇમાં ૨૮ કોર્ષ કાર્યરત
વિવિધ કંપનીઓ દ્વારા ૩૪૩ છાત્રોની ઇન્ટરવ્યુ ભરતી કરાઇ, એપ્રેન્ટીસ યોજનામાં ૭૬૩ ઉમેદવારોની પસંદગી
ભાવનગર - ભાવનગર જિલ્લાની ૧૧ આઇટીઆઇમાં ૨૮ હેડ કાર્યરત છે. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ ૧૬ ભરતી મેળાનું આયોજન કરાયું હતું જેમાં ૩૪૩ ઉમેદવારને ઇન્ટરવ્યુ ભરતી અને ૭૬૩ ઉમેદવારોને એપ્રેન્ટીસ યોજના હેઠળ વિવિધ કંપનીમાં પસંદગી કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાની નોડલ આઇટીઆઇ ભાવનગર ખાતે કાર્યરત વિવિધ ગુ્રપ જેવા કે કોમ્પ્યુટર, મિકેનિકલ, સીવિલ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રીકલ, આઇટી, ફેબ્રિકેશનમાં તાલીમ કાર્યરત છે. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬માં રોજગારી અને એપ્રેન્ટીસશીપ અર્થે ૧૬ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. ભાવનગર તથા ગુજરાતની નામાંકિત કંપનીઓ જેવી કે મારૃતિ સુઝુકી, એલ એંડ ટી, ગ્લોબલ સીએનસી, રિલાયન્સ સોલાર, ઝાયડસ ગુ્રપ, નેસ્લે, સ્કાપ્સ, હીરો મોટો કોર્પ, કેરીસિલ, આઇ ટેક પ્લાસ્ટ, આઇપીસીએલ, તંબોલી કાસ્ટિંગ લી., મધુસિલીકા ગ્રઉપ ઓફ કંપનીસ, નીરમા, સ્ટીલ કાસ્ટ, સુમીટોમો, પાર ડ્રગ્સ, મોડેસ્ટ, કેપકો, એગ્રોસેલ, તથા વિવિધ નિગમ જેવા કે જીએમબી, બીએમસી, ઇરીગેશન, જીએમડીસી જેવી કંપનીઓએ ભાગ લીધેલ હતો. જેમાં આઇટીઆઇ ખાતે તાલીમ મેળવી ઉતિર્ણ થયેલ હોઇ તેવા ૩૪૩ ઉમેદવારોએ રોજગારી મેળવેલ તથા વિવિધ એકમો ખાતે એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ૭૬૩ ઉમેદવારોની પસંદગી થયેલ.




