Bhavnagar

મહુવામાં મજૂરીના યોગ્ય ભાવની માંગ સાથે રત્નકલાકારો હડતાલ ઉપર ઉતર્યા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
મહુવાના રત્નકલાકારોએ હીરાની મજૂરીના યોગ્ય ભાવની માંગ સાથે હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો. મોંઘવારીને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા, અગાઉ મામલતદારને આવેદનપત્ર આપવા છતાં કોઈ નિર્ણય ન આવતા હજારો કલાકારો રસ્તા પર ઉતર્યા. પોલીસે ભીડ વિખેરી હતી. યોગ્ય મહેનતાણું મળે તેવી તેમની મુખ્ય માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવામાં મજૂરીના યોગ્ય ભાવની માંગ સાથે રત્નકલાકારો હડતાલ ઉપર ઉતર્યા

અગાઉ આવેદન આપ્યું છતાં કોઈ નિર્ણય ન લેવાતા રત્નકલાકારોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો

સતત વધી રહેલી મોંઘવારીના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ, યોગ્ય મહેનતાણું મળવું જોઈએ

મહુવા -  મહુવા શહેરમાં હીરાની મજૂરીના યોગ્ય અને સારા ભાવ આપવાની માંગણી સાથે રત્નકલાકારો હડતાલ પાડી રસ્તા પર ઉતર્યા હતા. જેના કારણે હીરા બજારમાં કામકાજ ઠપ રહ્યું હતું.

હાલના સમયમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. આવકની સામે ખર્ચ વધુ રહેતો હોય, રત્નકલાકારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. મોંઘવારીની સામે હીરાની મજૂરીમાં ભાવ વધારવામાં આવતો ન હોય, મહુવામાં રત્નકલાકારોએ હીરામાં યોગ્ય ભાવ મળે તેવી માંગણી સાથે સાત દિવસ પૂર્વે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં ન આવતા રત્નકલાકારોની ધીરજ ખૂંટી હતી અને આજે ઉઘડતી બજારે ડાયમંડનગર અને માર્કેટીંગ યાર્ડ પાસે હજારોની સંખ્યામાં રત્નકલાકારો કામથી અળગા રહી હડતાલ પર ઉતરી ગયા હતા. રસ્તા પર ઉતરીને પોતાના હક્કની માંગ સાથે રત્નકલાકારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. 

મોંઘવારીના સમયમાં જીવન નિર્વાહ મુશ્કેલ બનતાં હજારો રત્ન કલાકારો રસ્તા પર ઉતર્યા થ અગાઉ મામલતદારને આવેદનપત્ર છતાં માંગણીઓનો ઉકેલ આવ્યો ન હતો મહુવા શહેરમાં હાલની મોંઘવારીના સમયમાં જીવન નિર્વાહ કરી શકાય તે માટે હીરાના યોગ્ય અને સારા ભાવ મળી રહે તેવી માંગ સાથે હજારો રત્ન કલાકારોએ આજે કામકાજ બંધ રાખી હડતાલ પાડી હતી. રત્ન કલાકારોનું કહેવું છે કે, મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે હીરા ઘસવાના કામનો યોગ્ય મહેનતાણો મળવો જરૃરી છે. હીરાના કામના ભાવમાં યોગ્ય વધારો કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. પોલીસે સ્થળ પર દોડી જઈ ભીડને વિખેરવાની કાર્યવાહી કરી હતી. મહેનત પ્રમાણે યોગ્ય મજૂરી મળે અને મોંઘવારીને અનુરૃપ હીરાના ભાવમાં વધારો કરાઈ તેવી રત્નકલાકારોની મુખ્ય માંગણી છે. ત્યારે હવે તંત્ર અને હીરા વ્યવસાયકારો શું નિર્ણય લે છે ? તેના પર મીટ મંડાઈ છે.