Bhavnagar

બોટાદ શહેરમાં વીજતંત્રની બેદરકારી, કલાકોનાં વીજકાપથી લોકો ત્રાહીમામ

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
બોટાદ શહેરમાં વરસાદના 2-4 છાંટા પડતાં જ વીજળી ગુલ થતાં લોકો પરેશાન છે. PGVCLની બેદરકારીથી અસહ્ય ઉકળાટમાં નગરજનો શેકાઈ રહ્યા છે. મેન્ટેનન્સના નામે કલાકો સુધી વીજકાપ રહે છે અને ફરિયાદ કરવા છતાં ફોન ઉપાડવામાં આવતા નથી. બોટાદની જનતા નિયમિત વીજ પુરવઠાની આક્રોશપૂર્વક માંગ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ શહેરમાં વીજતંત્રની બેદરકારી, કલાકોનાં વીજકાપથી લોકો ત્રાહીમામ

અસહ્ય ઉકળાટ અને બફારામાં લોકો ગરમીમાં શેકાવા મજબુર

ફરીયાદ કરવા ફોન કરાય તો ઘંટડીઓ વાગ્યા જ કરે છે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા લોકમાંગ

બોટાદ -  બોટાદ શહેર પંથકમાં વરસાદના બેચાર છાંટા પડતાની સાથે વિજળી ડુલ થઈ હોવાની ફરીયાદનાં પગલે નગરજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. જ્યારે મેન્ટેનન્સના નામે છાશવારે કલાકો સુધી વીજલી ગુલ રહેતા રોજીંદા કામો અટકી પડતા હોવાની રાવ ઉઠવા પામી છે.

બોટાદ શહેરમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સપાટી પર આવી છે. આકાશમાં માત્ર વરસાદનાં બે ચાર છાંટા પડે ત્યાં જ આખા શહેરમાં વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવે છે. જેને કારણે નગરજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જાહેરાત વગરનો અઘોષિત વીજકાપ સ્થાનિક તંત્ર દ્વારા અવારનવાર અપાઈ રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જાહેર કરાયેલા સમય ઉપરાંત પણ, સહેરના અન્ય ગીચ વિસ્તારોમાં દિવસ રાત ગમે ત્યારે છાશવારે લાઈટો ગુલ થઈ જાય છે. ફરિયાદ માટે કરાતા ફોન પણ ઉપાડવામાં આવતા નતી એક તરફ અસહ્ય ઉકળાટ અને બફારાને લીધે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે, તો બીજી તરફ ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ાવતો નથી. હાલ ભારે ગરમી અને અસહ્ય ઉકાળાટ હોવાથી તંત્ર દ્વારા બિનજરૃરી વીજકાપ તાત્કાલિક બંધ કરવામાં આવે અને વીજ પુરવઠો નિયમિત રાખવામાં આવે તેવી બોટાદની જનતા આક્રોશપૂર્વક માંગ કરી રહી છે.