Bhavnagar

શહેરના ઘોઘારોડ પર સાત વર્ષે પણ આવાસ સોંપવામાં આવ્યા નથી, લાભાર્થીઓ નારાજ

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘારોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2489 લાભાર્થીઓ 7 વર્ષથી ફ્લેટની રાહ જોઈ રહ્યા છે. 2019માં ડ્રો થયા બાદ લાભાર્થીઓએ રૂ. 3 લાખ અને મેઈન્ટેનન્સ પણ જમા કરાવ્યા છે. મહાપાલિકા દ્વારા કામગીરી પૂર્ણ ન થતા લાભાર્થીઓમાં રોષ છે. આવાસ ન મળતા કમિશનરને રજૂઆત કરી વળતર અને ત્વરિત ફાળવણીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના ઘોઘારોડ પર સાત વર્ષે પણ આવાસ સોંપવામાં આવ્યા નથી, લાભાર્થીઓ નારાજ

વર્ષ-ર૦૧૯માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો હતો 

લાભાર્થીઓએ આવાસના રૃા. ૩ લાખ અને મેઈન્ટેનન્સની રકમ પણ જમા કરાવી છે ઃ મહાપાલિકાએ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન કરાવતા હાલાકી

ભાવનગર - ભાવનગર શહેરના ઘોઘારોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઘણાં વર્ષથી ચાલી રહી છે અને હજુ સુધી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા નથી તેથી લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (૨૪૮૯-ઈડબલ્યુએસ-૧) ના ટી.પી. સ્કીમ નં. ૦૩, રૃવા, ફા. પ્લોટ નં. ૯૮ (ફાતીમા કોન્વેન્ટની પાછળ, ઘોઘા રોડ) ખાતેના આવાસોના લાભાર્થીઓને આવાસ સોંપવામાં નહીં આવતા નારાજગી જોવા મળી રહી છે. આ આવાસ યોજના અંતર્ગત ગત તા. ૧૭ ફેબુ્રઆરી-૨૦૧૯ ના રોજ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરીને અમને નિયત લાભાર્થી તરીકે આવાસ (ફ્લેટ) ની ફાળવણી કરવામાં આવી હતી. લાભાર્થીઓએ આવાસની કુલ રકમ રૃા. ૩ લાખ તથા અન્ય મેઈન્ટેનન્સ ડિપોઝીટની રકમ મહાનગરપાલિકામાં નિયમિતપણે જમા કરાવી દીધેલ છે. કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો થયાને અને નાણાં ઉઘરાવ્યાને આજે અંદાજીત ૦૭ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આવાસ યોજનાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી.

મહાપાલિકા દ્વારા આવાસની સોંપણી કરવામાં આવતા નહીં આવતા લાભાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે અને લાભાર્થીઓએ તાજેતરમાં મહાપાલિકાના કમિશનરને તત્કાલ યોગ્ય પગલા લેવા રજૂઆત પણ કરી છે. લાભાર્થીઓને નુકશાન ગયુ છે તેનુ વળતર આપવા સહિતની માંગણી કરવામાં આવી છે. યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી આપી છે.