Bhavnagar

પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં શનિવારે વિજય સાથે હિંડોળા પર્વનું સમાપન થશ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં અષાઢ વદ એકમથી ગોહિલવાડમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હવેલીઓ, મંદિરોમાં હિંડોળા ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લાલાને સુશોભિત પારણામાં ઝુલાવી શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું. હિંડોળા ઉત્સવનું સમાપન 29 ઓગસ્ટ, શનિવારે હિંડોળા વિજય સાથે થશે. હિંડોળા દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં શનિવારે વિજય સાથે હિંડોળા પર્વનું સમાપન થશ

હિંડોળા મનોરથના દર્શનાર્થે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળીે

વૈષ્ણવો અને હરિભકતોએ ઘરમંદિરમાં લાલાને સુશોભીત પારણામાં ઝુલાવીને પુણ્યનું ભાથુ બાંધ્યુ

ભાવનગર -  ગત અષાઢ વદ એકમથી ગોહિલવાડમાં વૈષ્ણવ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હવેલીઓ, બેઠકજીઓ, ઈસ્કોન, કૃષ્ણમંદિરો તેમજ ઠાકરદ્વારાઓમાં પરંપરાગત રીતે હિંડોળા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. હિંડોળા ઉત્સવનું આવતીકાલ તા.૨૯ ને શનિવારે હિંડોળા વિજય સાથે સમાપન કરાશે.

પ્રાચીન કાળથી સ્વામિનારાયણ તેમજ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં હિંડોળા પર્વનું સવિશેષ મહાત્મ્ય જોવા મળી રહ્યુ છે. ભગવાન શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થાની સાધના અને આરાધનાના આ ધર્મોત્સવનો ગત અષાઢ વદ એકમ,બીજ કે ત્રીજથી પ્રારંભ થયો હતો.તિથિમાં ચાર નક્ષત્ર જોઈને લાલાને કલાત્મક ઝુલામાં ભાવપૂર્વક પધરાવાયા હતા. ત્યારથી શ્રાવણ સુદ પુનમ, વદ ત્રીજ સુધી આ હિંડોળા ઉત્સવ ઉજવાય છે. હિંડોળા ઉત્સવ દરમિયાન હૈયાના હિંડોળે પાલનહારને ભાવ અને ભકિતભેર ઝુલાવવા ભાવિકો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. ગોહિલવાડમાં આવેલ પ્રાચીન અને અર્વાચીન હવેલીઓ, સ્વામિનારાયણ મંદિર, શ્રીકૃષ્ણ અને શ્રીરામચંદ્રજીના મંદિરોમાં તેમજ ઠાકરદ્વારાઓમાં ચિત્તાકર્ષક સુશોભન અને શણગાર કરાયા હતા.અને નીત્યક્રમ મુજબ નીયત સમયે પ્રારંભે સુરંગના બાદ અવનવા પચરંગી ફૂલ,ફળ, ફ્ટ,શાકભાજી, આસોપાલવ, કાચ, સાવનભાદો, સુકામેવા, મોતી,  બગીચા, જરદોશી, સ્ટોન, રાખડી, પવિત્રા, ચલણી સિક્કાઓ સહિતની અઢળક વેરાયટીઓથી સુશોભીત અને કલાત્મક હિંડોળામાં ઠાકોરજીને ભાવભેર ઝુલાવાઈ રહ્યા છે. આ સાથે ધામક મંડળો અને શ્રધ્ધાળુઓ દ્વારા પ્રભુ સન્મુખ ઠાકોરજીના ગુણગાન અને કિર્તન કરાયા હતા. શ્રાવણ વદ બીજ તા.૨૯ ઓગસ્ટને શનિકવારે હવેલીઓમાં હિંડોળા વિજય સાથે હિંડોળા ઉત્સવનુ ભાવ અને ભકિતમય માહોલમાં સમાપન થશે.