Bhavnagar

રથયાત્રામાં હાઈટેક સુરક્ષા અને આકર્ષક થીમ આધારિત ફ્લોટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર!

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં રથયાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. શાંતિપૂર્ણ માહોલ જાળવવા પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં બ્લેક કમાન્ડો, BSF અને CRPFના જવાનો તૈનાત છે. આધુનિક ઉપકરણો અને ઘોડેસવાર પોલીસ પણ સુરક્ષામાં જોડાઈ છે. આરોગ્ય, ફાયર, PGVCL અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ ખડેપગે હાજર છે. વિવિધ ફ્લોટ્સ યાત્રાનું આકર્ષણ વધારી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રથયાત્રામાં હાઈટેક સુરક્ષા અને આકર્ષક થીમ આધારિત ફ્લોટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર!

ભાવનગરમાં રથયાત્રાની ધૂમ

પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે બ્લેક કમાન્ડો, બીએસએફ અને સીઆરપીએફ ના જવાનો તૈનાતત વિવિધ સરકારી વિભાગોની ટીમો પણ ખડેપગે

ભાવનગર - ભાવનગરમાં પરંપરાગત રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના સમગ્ર આયોજનને નિવઘ્ને અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે ભાવનગર પોલીસ દ્વારા અત્યંત ચાંપતો અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે આ વખતે રથયાત્રામાં આધુનિક અને હાઈટેક સાધનો તેમજ ઉપકરણોનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ વર્ષની રથયાત્રામાં ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર ચોક્કસ થીમ પર આધારિત તૈયાર કરાયેલા વિવિધ ફ્લોટ્સ અને ટ્રકો છે, જે યાત્રાની શોભા વધારી રહ્યા છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ફોરેસ્ટ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડનો સ્ટાફ, પી.જી.વી.સી.એલ.  અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ રૃટ પર સતત ખડેપગે તૈનાત છે.સલામતી વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે ઘોડેસવાર પોલીસ અને બ્લેક કમાન્ડોની સાથે અર્ધલશ્કરી દળો જેવા કે બી.એસ.એફ. અને સી.આર.પી.એફ.ના જવાનો પણ સુરક્ષામાં જોડાયા છે. વહીવટી તંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓના આ સુદ્રઢ સમન્વયને કારણે રથયાત્રા ખૂબ જ ઉત્સાહભેર આગળ વધી રહી છે.