આજથી જિલ્લામાં ૩ દી' ભારે વરસાદની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અબંગાળના ઉ૫સાગરમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ
૨૪ કલાક કંટ્રોલ રૃમ કાર્યરત, અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ ઃ નાગરિકોએ સાવચેત રહેવું
ભાવનગર - ભાવનગર જિલ્લા ઉપર આવતીકાલથી ત્રણ દિવસ વરસાદી આફતનો ખતરો મંડાયો છે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે નાગરિકોએ સાવચેતી રાખવા જણાવાયું છે.
રાજ્યામાં તા.૩૧-૭થી તા.૨-૮ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હોય, ભારે વરસાદ અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા-તાલુકા મથકોએ ૨૪ કલાક કંટ્રોલ રૃમ કાર્યરત કરવામાં આવ્યા છે. સંભવિત સ્થિતિને પહોંચી વળવા તમામ સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓની રજા રદ્દ કરી હેડક્વાર્ટર પર હારજ રહેવા આદેશ છોડાયો છે.
રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં એક સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ તહેનાત કરાઈ હોવાનું જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે જણાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ સંભવિત આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે માટે જરૃરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. જિલ્લા કલેક્ટરે લોકોને જરૃરી સાવચેતી રાખવા અપીલ કરી છે. ભારે વરસાદ દરમિયાન બિનજરૃરી બહાર જવાનું ટાળવું. નાળા-કોઝવે કે પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવું, વીજળી અને તેજ પવન દરમિયાન વૃક્ષો નીચે કે અન્ય અસુરક્ષિત સ્થળોએ આશરો ન લેવો અપીલ કરી છે.
અફવાઓથી દૂર રહેવું, કંટ્રોલ રૃમનો સંપર્ક કરવો
જિલ્લામાં વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવો. કોઈપણ ઈમરજન્સી અથવા મુશ્કેલીની સ્થિતિમાં જિલ્લા-તાલુકા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૃમનો સંપર્ક કરવા કલેક્ટરે અનુરોધ કર્યો છે. વધુમાં ભારે પવનને કારણે નુકસાની ટાળવા માટે હોર્ડિંગ્સ, બેનરો સહિતની ખુલ્લી સામગ્રી સુરક્ષિત કરવા જણાવાયું છે.









