Bhavnagar

કતપરથી વધુ એક દીપડી પાંજરે પુરાતા મહુવા પંથકમાં દીપડા પકડાયાની હેટ્રીક

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
મહુવાના કતપર ગામે દીપડાના આતંકથી ગ્રામજનો ભયભીત હતા. 10 વર્ષના બાળક પર હુમલા બાદ વન વિભાગે કાર્યવાહી કરી. આજે ત્રીજા દિવસે લાઇટહાઉસ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે સફળતાપૂર્વક હેટ્રિક નોંધાવી, જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. આ કામગીરીમાં વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કતપરથી વધુ એક દીપડી પાંજરે પુરાતા મહુવા પંથકમાં દીપડા પકડાયાની હેટ્રીક

ગામમાં અવાર-નવાર માલઢોરના મારણની ઘટના બાદ

ભયગ્રસ્ત ગ્રામજનો દ્વારા થયેલ રજૂઆતના પગલે અવેરનેસ ડ્રાઇવમાં વન વિભાગને સફળતા મળી

મહુવા - મહુવા બાંભણીયા ગામે ૧૦ વર્ષનો બાળકનો શિકારના બનાવ બાદ વન વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઇ હતી જેમાં છેલ્લા બે દિવસથી તબક્કાવાર દીપડા પકડાયા બાદ સતત આજે ત્રીજા દિવસે કતપર ગામે લાઇટહાઉસ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાતા વન વિભાગે આ બાબતમાં હેટ્રીક મારી હતી.

મહુવા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રાની પશુઓના આંટાફેરાઓ દિનપ્રતિદિન વધવા લાગ્યા છે. થોડા દિવસો પહેલા જ મહુવાના બાંભણિયા ગામે ૧૦ વર્ષના બાળકને માદા દીપડીએ ફાડી ખાધો હતો જેને વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક પકડી લીધી હતી. ત્યારે ઘણા સમયથી મહુવા તાલુકાના કતપર ગામના લાઇટ હાઉસ વિસ્તારમાં પ્રાથમિક શાળા તેમજ રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાની રંજાડ અને અન્ય પ્રાણીઓના મારણ નજરે પડતા હતા જેને લઇ ગ્રામજનો દ્વારા આ દીપડાને પકડી પાડવાની માંગ ઉઠવા પામી હતી. અવાર નવાર વધતા જતા કિસ્સાઓ જેમાં વન્ય પ્રાણીઓના માનવ ઉપર હુમલાઓને લઇ સાવચેતીના ભાગરૃપે ગત મોડી રાત્રે વન વિભાગ દ્વારા માણસ અને વન્ય પ્રાણીનું ઘર્ષણ અટકાવવા માટે અવરનેસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાં પીંજરૃ રાખી આ દીપડાને મોડી સાંજે પકડી પાડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વન વિભાગના આરએફઓ ડી.જી. ગઢવી, જે.ડી. ચૌહાણ, વનપાલ જે.પી. ચૌહાણ, વન રક્ષક સહિતના અધિકારીઓ જોડાયા હતાં.