ગુરૃઆશ્રમો અને ધર્મસ્થાનકોમાં ભકિતભાવપૂર્વક ગુરુવંદના કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુપૂર્ણિમાનો મહિમા સમજાવાયો
ચોમેર ગુરુપૂજન, ભજન કિર્તન,સત્સંગ, મહાપ્રસાદ અને સેવાકીય પ્રવૃતિઓના આયોજન કરાયા
ભાવનગર - ભાવનગર સહિત ગોહિલવાડના ગુરૃઆશ્રમો તેમજ ધર્મસ્થાનકોમાં પરંપરાગત રીતે અનન્ય શ્રધ્ધા અને આસ્થા તેમજ ભકિતભાવ સાથે ગુરૃપૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. આ અવસરે ચોમેર સેવક સમુદાય દ્વારા ગુરૃપૂજન,શોભાયાત્રા, મહાપ્રસાદ, સત્સંગ,ભજન-કિર્તન, સંતવાણી તેમજ મેડિકલ અને રકતદાન કેમ્પ ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ભાવનગર શહેર અને જિલ્લાના ધર્મસ્થાનકો, ગુરુઆશ્રમોમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ હતી.વાસુદેવ ઔદિચ્ય વેદશાળા, નંદાલય હવેલી, કાળભૈરવ ધામ આશ્રમ,તપસ્વીબાપુની જગ્યા (રામમહલ),દુખીશ્યામબાપા આશ્રમ, શિવાનંદ આશ્રમ,ગાયત્રી શકિતપીઠ, સીતારામ મિત્રમંડળ ટ્રસ્ટ દ્વારા તખ્તેશ્વર તળેટીના ગુરુ આશ્રમ,અકવાડાના રાંદલ માતાજી માતૃમંદિર, બુધેલના ગંગામૈયા તીર્થ ક્ષેત્ર, દેવગાણાના ગોપાલ આશ્રમ,ડુંગર ગામના સંત ભડકનસ્વામીબાપુના આશ્રમ સહિતના તમામ નામી અનામી ધર્મસ્થાનકો, ગુરુઆશ્રમોમાં બુધવારે ગુરુપૂર્ણિમા પર્વે અનેકવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્મો યોજાયા હતા. આ ઉપરાંત ગોહિલવાડની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ગુરુવંદનાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌને ગુરુપૂર્ણિમાનો મહિમા સમજાવાયો હતો.




