Bhavnagar

કાળિયાબીડમાં મકાનનું તાળું તોડી ૧.૪૦ લાખના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના કાળિયાબીડની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં કડિયાકામ કરતા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ચોરી થઈ. પરિવાર મરણના પ્રસંગે બહાર ગયો હતો ત્યારે અજાણ્યા તસ્કરે બપોરના સમયે ઘરનું તાળું તોડી કબાટમાંથી 1,40,000 રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયો. નિલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાળિયાબીડમાં મકાનનું તાળું તોડી ૧.૪૦ લાખના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી

મરણના પ્રસંગે પરિવાર બહાર ગયો હતો

મરણના પ્રસંગે પરિવાર બહાર ગયો ને અજાણ્યો તસકર કબાટમાંથી ઘરેણાં સાફ કરી ગયોથ નિલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો

ભાવનગર -  ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ચોરીનો બપોરના સમયે સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. કડિયાકામ કરતા યુવાનના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યો ચોર ઇસમ ઘરમાંથી રૃા.૧.૪૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયો છે.

વિગત મુજબ, કાળિયાબીડ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં કરશનભાઇ ગોપાભાઇ બારૈયાના પત્ની નીતાબેન ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૧થ૦૦ વાગ્યે ઘરને તાળું મારી ભરતનગર ખાતે મરણના કામે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી રૃમનો સામાન વેરવિખેર કરી કબાટમાં માંથી સોનાની બુટ્ટી (રૃ. ૬૪,૦૦૦), સોનાની માદરડી (રૃ. ૨૦,૦૦૦), ચાંદીના પાતળા તથા જાડા છડા (રૃ. ૨૯,૦૦૦), ચાંદીની ઝાંઝરી (રૃ. ૨૧,૦૦૦) અને ચાંદીનો કમરનો જુડો (રૃ. ૬,૦૦૦) મળી કુલ રૃ. ૧,૪૦,૦૦૦ની મિલકતની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.બનાવ અંગે કરશનભાઇ બારૈયાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ બીએનએસ ની કલમ ૩૦૫(ચ) અને ૩૩૧(૩) હેઠળ ગુનો દાખલ કર્યો છે.