વૃદ્ધાઓને નિશાન બનાવી સોના ઘરેણાની ઝૂંટવતી ગેંગ ગિરફ્તાર, રૃ.૩.૬૨ લાખના મુદ્દામાલ રિકવર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પરવડી અને રાજસ્થાનમાંથી સોનાના દાગીના ઝૂંટવી લીધાની કબૂલાત
ગારીયાધાર-પરવડી રોડ પરથી સ્વિફ્ટ કાર અને સોનાના દાગીના સાથે પાંચ સ્નેચરો દબોચાયા
ભાવનગર - ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગારીયાધાર વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીના ઝૂંટવી લેતી આંતર-જિલ્લા ગેંગના ૫ લોકોને ઝડપી પાડયા છે. પોલીસેસોન ચાંદીના ઘરેણા કાર મળી રૃ.૩.૬૨ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચેની ટીમે ગારીયાધાર-પરવડી રોડ, રતનવાવ ગામના પાટીયા પાસેથી બાતમીના આધારે શંકાસ્પદ સ્વિફ્ટ કાર (જીજે-૦૫-જેએચ-૨૭૨૦) અટકાવી તપાસ કરતા રૃ. ૧.૦૨ લાખના સોનાના દાગીના, ૨ મોબાઈલ અને કાર મળી કુલ રૃ. ૩,૬૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જ્યારે સુનિલ ચુડાસમા, અશ્વીન સોલંકી, મનસુખ ચુડાસમા, ઇશ્વર વણોદીયા અને અનુબેન સોલંકીને ઝડપી લઈ પૂછપરછ દરમિયાન તેઓએ પરવડી અને રાજસ્થાન ખાતેથી વૃદ્ધાના કાનમાંથી સોનાના દાગીના કાઢી લીધાની કબૂલાત કરી છે. પકડાયેલા તમામ સામે અગાઉ પણ અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને પાટણ સહિતના જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયેલા છે. એલસીબીએ તમામ વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




