Bhavnagar

આરટીઓ ચલાણના નામે ફ્રોડ ,ફેક લિંક મોકલી વેપારીના ખાતામાંથી રૃા.૫.૦૯ લાખ ઉપાડી લીધા

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં એક વેપારી સાથે RTO ચલણ ભરવાના નામે 5,09,928 રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. વેપારીને આવેલા મેસેજમાં ફેક લિંક ખોલતા જ તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા. આ મામલે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા ઠગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધ્યા બાદ કાર્યવાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આરટીઓ ચલાણના નામે ફ્રોડ ,ફેક લિંક મોકલી વેપારીના ખાતામાંથી રૃા.૫.૦૯ લાખ ઉપાડી લીધા

સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા ઠગ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આરટીઓ મેસેજમાં આવેલી ફેક લિંક ખોલતાં જ મોટો ખેલ થયો

ભાવનગર - ભાવનગર શહેરમાં સાયબર ક્રાઇમ અને ડિજિટલ ઠગાઈનો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાહન દંડ (આરટીઓ ચલાણ) ભરવાના નામે એક વેપારી સાથે રૃ. ૫,૦૯,૯૨૮ (પાંચ લાખ નવ હજાર નવસો અઠયાવીસ) ની મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરૃદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શહેરના વાઘાવાડી રોડ પર આવેલ માધવ પાર્કમાં રહેતા અને રામમંત્ર મંદિર પાસે એચપી સવસ સેન્ટર નામનો પેટ્રોલ પંપ ધરાવતા વેપારી હિત્વરાજસિંહ વનરાજસિંહ સરવૈયાને ગત તા. ૨૪ ઓગસ્ટના રોજ તેમના મોબાઈલ નંબર પર એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં તેમની ફોર-વ્હીલ ગાડી (જીજે ૦૪ એએક્સ ૦૮૨૩) નું આરટીઓ ચલાણ ભરવાનું જણાવવામાં આવ્યું હતું અને સાથે એક લિંક આપવામાં આવી હતી. વેપારીએ લિંક ઓપન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લિંક ખૂલી ન હતી અને એરર બતાવતા તેમણે મેસેજ ડીલીટ કરી દીધો હતો.ગત તા. ૨૮ ઓગસ્ટના રોજ બપોરના સમયે વેપારીના ઇમેઇલ આઇડી પર બેંક એકાઉન્ટમાંથી નાણાં કપાયા હોવાના મેઇલ આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે અમદાવાદની યશ બેંક (સાઇન્સ સીટી બ્રાંચ) ના તેમના કરન્ટ એકાઉન્ટમાંથી તેમની જાણ બહાર કુલ ૮ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૃ. ૫,૦૯,૯૨૮ ઉપાડી લેવાયા હતા. લિંક દ્વારા મોબાઈલનું ગેરકાયદે એક્સેસ મેળવી આ સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સમગ્ર ઘટના અંગે વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તા. ૧ સપ્ટેમ્બરના રોજ ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકે બી.એન.એસ. કલમ ૩૧૯(૨), ૩૧૮(૪) અને આઇ.ટી. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વઘેલા દ્વારા આ કૌભાંડ આચરનાર અજાણ્યા ઠગને પકડી પાડવા માટે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.