Bhavnagar

કાચબાનો શિકાર કરનારા ચાર શખ્સને જેલહવાલે કરાયા

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
ભાવનગર વન વિભાગે ઍરપૉર્ટ રોડ પરથી 4 પરપ્રાંતીય શખ્સોને કાચબાનું શાક બનાવવાના ઇરાદે ઝડપી પાડ્યા હતા. આ શખ્સો, રવિન લુખો પાસવાન, રામપુકાર દોરિક પાસવાન, વિજયકુમાર મનિકલાલ મહતો અને આનંદકુમાર રામલખન મહતો (બિહાર) એસ.જી. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હતા. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી, કોર્ટે જામીન નામંજૂર કરતા તમામને જેલભેગા કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાચબાનો શિકાર કરનારા ચાર શખ્સને જેલહવાલે કરાયા

ભાવનગર એરપોર્ટ પરથી બાતમી આધારે ઝડપાયા બાદ

કાચબાનું શાક બનાવી ખાવાના ઇરાદા પર વન વિભાગની કાર્યવાહી

ભાવનગર - ભાવનગર વન વિભાગે બાતમી આધારે શહેરના ઍરપૉર્ટ રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરનારા ચાર શખ્સો કાચબાનો શિકાર કરી શાક બનાવી ખાવાના ઇરાદા પર કાર્યવાહી કરી જામીન નામંજુર થતાં ચારેયને જેલહવાલે કરાયા હતાં.

ભાવનગર ઍરપૉર્ટ ખાતે કન્સ્ટ્રક્શન કામગીરી કરતી એસ.જી. કન્સ્ટ્રક્શનના પરપ્રાંતીય મજૂરો દ્વારા એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાંથી કાચબાઓ પકડી પોતાના કબજામાં રાખી તેનું શાક બનાવી ખાવાના ઇરાદે શિકાર કરતાં ભાવનગર વન વિભાગે બાતમીના આધારે રેડ કરતાં આરોપીઓ રવિન લુખો પાસવાન, રામપુકાર દોરિક પાસવાન, વિજયકુમાર મનિકલાલ મહતો, આનંદકુમાર રામલખન મહતો બિહારનાને રંગેહાથ ઝડપી લેવાયા હતાં. તમામ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં હાજર કરાતા આરોપીઓના જામીન નામંજૂર થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરેલ છે.