'દારૃ પીવડાવવા'ની શંકાથી યુવક પર પાંચ લોકોનો હિચકારો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીર રીતે ઘવાયેલા યુવકને ભાવનગર હોસ્પિટલ ખસેડાયો
સાળંગપુર રોડ પર રાત્રિના સમયે બોલાવી રૃમમાં પૂરી મૂઢમાર માર્યો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભાવનગર - બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલા આંબેડકરના પૂતળા નજીક 'તારા ભાઈને દારૃ કેમ પીવડાવે છેદ તેવી આશંકા રાખી ૨૭ વર્ષિય યુવક પર છરી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે બોટાદ ટાઉન પોલીસ મથકે એક જ પરિવારના પાંચ શખ્સો વિરૃદ્ધ ગંભીર ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ, બોટાદ ટાઢાની વાડી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉં.વ.૨૭) મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૨૭ જુલાઈના રોજ રાત્રિના સમયે તેઓ સાળંગપુર રોડ પર પાન-માવો ખાવા નીકળ્યા હતા, ત્યારે જીતુ મકવાણાએ ફોન કરી તેમને આંબેડકરના પૂતળા પાસે બોલાવ્યા હતા. ભાવેશભાઈ ત્યાં પહોંચતાં જ જીતુ, કિશન તથા પરષોતમ મકવાણાએ 'તારી સાથે મજૂરીએ આવતા અમારા ભાઈ રાજેશને તું દારૃ કેમ પીવડાવે છે?' તેમ કહી ગાળો ભાડી કુંડળીવાળી લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન જીતુએ પોતાના નેફામાંથી છરી કાઢી હુમલો કરતાં ભાવેશને હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તમામ શખ્સેએ રૃમની લાઈટો બંધ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત ભાવેશભાઈને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ સમાજના આગેવાનો અને કુટુંબી વડીલો દ્વારા સમાધાનની વાટાઘાટો ચાલતી હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. જોકે સમાધાન ન થતાં આખરે બોટાદ પોલીસ સ્ટેશનમાં જીતુ, કિશન, પરષોતમ, પાનબેન તથા અન્ય એક મહિલા સભ્ય સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




