Bhavnagar

ઘોઘાના બાંભણિયા ગામે જમીન મામલે મારામારી

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાંભણિયા ગામે જમીન વિવાદે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ધોકા અને પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. આ મામલે ઘોઘા પોલીસ મથકે 2 અલગ-અલગ ગુનામાં કુલ 27 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘોઘાના બાંભણિયા ગામે જમીન મામલે મારામારી

ઘોઘા પોલીસ મથકમાં અલગ-અલગ બે ગુના નોંધાયા

ઝઘડા દરમિયાન ધોકા અને પાઈપ વડે મારામારી અને ધમકી આપ્યાના બનાવમાં ૨૭ શખ્સ સામે ફરિયાદ

ભાવનગર -  જિલ્લાના ઘોઘા તાલુકાના બાંભણિયા ગામે જમીન મામલે મારા મારી અને ધમકી આપ્યાના બે બનાવોમાં ૩૭ શખ્સ સામે અલગ-અલગ બે પોલીસ ફરિયાદ ઘોઘા પોલીસ મથકમાં નોંધાઈ છે.

બુધેલ ગામે રહેતા રોહિતભાઈ લીંબાભાઈ જેતાણીએ ઘોઘા પોલીસ મથકમાં હાર્દિક રાવ, અજીત રાવ, મહાવીર રાવ (ત્રણેય રહે.બાંભણિયા) અને ચાર અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે બાંભણિયા ગામે જમીન લીધી હોય જે જમીનની માપણી કરાવતા હતા ત્યારે ઉક્ત હાર્દિકે અપશબ્દો કહી, અને અજીતે ધોકો મારી તથા મહાવીર રાવે ફોનમાં અપશબ્દો કહી અને અન્ય ચાર અજાણ્યા માણસો પૈકી એક અજાણ્યા શખ્સે તેમને ધોકો મારી તમામે અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઘોઘા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવમાં બુધેલ ગામે રહેતા રાકેશ મનજીભાઈ ગોરસિયાએ ઘોઘા પોલીસ મથકમાં મહાવીર રાવ, અજીત રાવ, ઓમ મહાવીર રાવ, મુન્નાભાઈ, દીશુ અજીતભાઈ, હાર્દિક પ્રવિણભાઈ, શિવાંગ પ્રવિણભાઈ, સુભાષ ગંભીરભાઈ, હાર્દિક ભરતભાઈ, સંજય ઉર્ફે સાજો અને ૧૦ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં બાંભણિયા ગામે તેમની વાડી હોય જે વાડીએ તેમના પિતા સાથે ગામના લોકોને બોલાચાલી થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે ઉક્ત લોકોએ તેમના પર હુમલો કરી તેમની કારને નુકસાન કરી અપશબ્દો કહી ધમકી આપી હતી. આ અંગે ઘોઘો પાલીસે ગુનો નોંધ્યો છે.