Bhavnagar

બોરતળાવ પાસે પિતા-પુત્ર અને ભત્રીજી ઉપર બે શખ્સનો હુમલો

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં નશો કરી ગાળો બોલવાની ના પાડતા કાઠી અને કિરણ નામના બે શખ્સોએ રત્નકલાકાર નરેશભાઈ ચૌહાણ, તેમના પુત્ર અને ભત્રીજી પર હુમલો કર્યો. લોકો ભેગા થતા હુમલાખોરો કાર (GJ.18.AC.9966) મૂકી ફરાર થયા. બોરતળાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોરતળાવ પાસે પિતા-પુત્ર અને ભત્રીજી ઉપર બે શખ્સનો હુમલો

નશો કરવાની ટેવ ધરાવતા બે શખ્સને ગાળો બોલવાની ના પાડતા

બન્ને હુમલાખોર શખ્સ કાર મુકી ફરાર, રત્નકલાકારને મારી નાંખવાની ધમકી આપી

ભાવનગર -  શહેરના બોરતળાવ વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડયાની દાઝ રાખી બે શખ્સે પિતા-પુત્ર અને ભત્રીજી ઉપર હુમલો કરી ધમકી આપી હતી.

હેરના બોરતળાવ વિસ્તારમાં મફતનગરમાં આવેલ મહાકાળી ચોકમાં રહેતા અને હીરાના કારખાનામાં મજૂરી કામ કરતા નરેશભાઈ ધીરૃભાઈ ચૌહાણ (ઉ.વ.૩૮)એ કાઠી અને કિરણ નામના બે શખ્સો યુવકના ઘર પાસે બે દિવસ પૂર્વે નશો કરેલી હાલતમાં ગાળો બોલતા હોય, જેમને ગાળો ન બોલવાનું કહીં ટપાર્યા હતા. જે બાબતની દાઝ રાખી ગઈકાલે રાત્રિના સમયે ઘર પાસે આવી નરેશભાઈના પુત્રને કહેલ કે, તારા બાપને બોલાવ અમારે મળવું છે તેમ કહીં નરેશભાઈ ઘરની બહાર આવતા તેમને બેફામ ગાળો દઈ ઈંટ વડે માર મારતા નરેશભાઈનો પુત્ર યુવરાજ અને ભત્રીજી ભૂમિકાબેન વચ્ચે પડતા તેમને પણ માર મારી ધમકી આપી હતી. દરમિયાનમાં લોકોના ટોળા એકઠાં થઈ જતાં બન્ને શખ્સ પોતાની કાર નં.જીજે.૧૮.એસી.૯૯૬૬ સ્થળ પર જ મુકીને નાસી ગયા હતા. ઘટના અંગે રત્નકલાકાર યુવાને બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાઠી અને કિરણ સામે બીએનએસ એક્ટની કલમ ૧૧૮ (૧), ૧૧૫ (૨), ૩૫૨,૩૫૧(૩) તથા ૫૪ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.