બોટાદના મહિલાને પિતા અને પુત્રીએ માર મારી ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પુત્રને કૂતરું કરડી જતાં દવાખાને જવાનું કહેતા
હુમલો કરી મારી નાંખવાની ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ
ભાવનગર - બોટાદના ગઢડા રોડ પર રહેતા મહિલાને પિતા-પુત્રીએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બોટાદના ગઢડા રો, કષ્ટભંજન સોસાયટી, પ્રથમ બ્લોકમાં રહેતા સંગીતાબેન અરવિંદભાઈ બારૈયા (ઉ.વ.૩૫)ની શેરીમાં રહેતો પ્રેમજી તાણેસર નામના શખ્સે પાળેલો કૂતરો શેરીમાં છુટો મુકતા સંગીતાબેનના પુત્ર માનવને કરડી ગયું હતું. જેથી મહિલાએ શખ્સને તમારો કૂતરો મારા દિકરાને કરડેલ છે, તો તમારે દવાખાને લઈ જવો જોઈએ તેમ કહેતા તે વાત બાબતે ઉશ્કેરાઈ જઈ પ્રેમજી અને તેની મોટી દીકરીએ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સંગીતાબેન બારૈયાએ પિતા-પુત્રી સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.




