તરઘરા ગામે તાર બદલવા ગયેલા ૩ કર્મચારી ઉપર વાડીમાલિકનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાડીમાલિકે કુહાડીના ઉંધા ઘા ઝીંકી મુંઢ ઈજા કરી
જીવતા નહીં રહેવા દેવાની ધમકી આપી શખ્સ ફરાર, ખાનગી કંપનીના સુપરવાઈઝરે પોલીસ ફરિયાદ નોંધાવી
ભાવનગર - બોટાદ તાલુકાના તરઘરા ગામે જે.જી.વાય ફીડરના થાંભલામાંથી તાર બદલવાનું કામ કરી રહેલા ખાનગી કંપનીના ત્રણ કર્મચારીને વાડીમાલિકે કુહાડીના ઉંધા ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બેંગ્લોરની સુદ્વિક એનર્જી એન્ડ ઈન્ફ્રા પ્રા.લિ.માં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા કલ્પેશભાઈ ધીરૃભાઈ ભેસજાળિયા (ઉ.વ.૩૦, રહે, સુરકા ગામ, તા.ગઢડા) અને અન્ય કર્મચારીઓ છેલ્લા ત્રણેક માળથી પીજીવીસીએલ-પાળિયાદ પેટા વિભાગીય કચેરી હેઠળના તરઘરા ગામે જે.જી.વાય. ફીડરની લાઈનનું કામ કરીર હ્યા હતા. દરમિયાનમાં ગઈકાલે બુધવારે સવારના સમયે પાળિયાદ રોડ પર નાળા પાસે આવેલ વાડીની નજીક વીજપોલમાંથી તાર બદલવાનું કામ શરૃ હોય, ત્યારે વાડીમાલિક રાહુલ અરજણભાઈ સાકળિયા (રહે, તરઘરા, તા.બોટાદ)એ આવી તાર નહીં બદલવાનું કહીં ગાળો દઈ ઝઘડો કર્યો હતો. બાદમાં શખ્સે કંપનીના કર્મચારીઓ શાહીદુલખાન અસલમખાન, મેહબુબઆલમ મહંમદ યુસુફ અને તૌકીરઆલમ જુહુરઆલમને પગના ભાગે કુહાડીના ઉંધા ઘા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી શખ્સ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કલ્પેશભાઈ ભેસજાળિયાએ વાડીમાલિક રાહુલ સાકળિયા સામે ફરિયાદ નોંધાવતા પાળિયાદ પોલીસે બીએનએસની કલમ ૧૧૫, ૩૫૨, ૩૫૧ (૨), ૩૫૧ (૩), ૫૪ અને જીપીએ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




