Bhavnagar

રથયાત્રા પૂર્વે એમ્બ્યુલન્સમાં ઘુસાડાતો રૃા.૪.૧૪ લાખનો ઇંગ્લિશ દારૃ ઝડપાયો

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગર LCBએ રથયાત્રા પૂર્વે આખલોલ જકાતનાકા પાસે વોચ ગોઠવી. 'એમ્બ્યુલન્સ' લખેલી ઇકો કારમાંથી 1,272 વિદેશી દારૂ-બિયરની બોટલો ઝડપી. 4,14,008નો મુદ્દામાલ જપ્ત કરી કિરણ મહેતા નામના એક શખ્સની ધરપકડ કરી છે. પ્રહલાદ રાઠોડ અને રાજસ્થાનના પ્રકાશ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રથયાત્રા પૂર્વે એમ્બ્યુલન્સમાં ઘુસાડાતો રૃા.૪.૧૪ લાખનો ઇંગ્લિશ દારૃ ઝડપાયો

એલસીબીની મોટી કાર્યવાહી,બે શખ્સ ફરાર

આખલોલ જકાતનાકા પાસે વોચ ગોઠવી ઇકો કારમાંથી ૧,૨૭૨ નંગ દારૃ-બિયરની બોટલો પકડાઈ, એક શખ્સની ધરપકડ

ભાવનગર -  આગામી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પ્રોહિબિશન પ્રવૃત્તિ સામે મોટી સફળતા મેળવી છે. નારી ચોકડી પાસેથી વિદેશી દારૃ અને બિયર ભરેલી એમ્બ્યુલન્સ સાથે એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના બાતમી મળી હતી કે, નારી ચોકડી તરફથી આવી રહેલી ઇકો કાર (નંબર જીજે-૨૭-બીએસ ૦૯૩૬), જેના પર 'એમ્બ્યુલન્સ' અને 'ઓમ નસગ સજકલ કેર હોસ્પિટલ' લખેલું હતું, તેમાં વિદેશી દારૃનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાંચે કાર આખલોલ જકાત નાકા પાસે અટકાવી તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૃનીની કુલ ૧,૨૪૮ બોટલો તથા ૨૪ બિયરના ટીન મળી ૧,૫૪,૦૦૮ની કિંમતનો દારૃ-બિયરનો જથ્થો, રૃ.૧૦,૦૦૦ નો મોબાઇલ અને રૃ.૨,૫૦,૦૦૦ ની ઇકો કાર મળી કુલ ૪,૧૪,૦૦૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તેમજ કાર ચાલક કિરણ સહદેવભાઇ મહેતા (રહે. આનંદનગર, ભાવનગર)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૃ મંગાવનાર પ્રહલાદ રાકેશભાઇ રાઠોડ (રહે. ભાવનગર) અને દારૃ મોકલનાર પ્રકાશ (રહે. આબુ, રાજસ્થાન) ના નામ ખુલવા પામ્યા હતા. આ બનાવ સંદર્ભે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.