પાલિતાણા ડિવિઝનમાં ૨૨ લાખની વીજચોરી પકડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પીજીવીસીએલની સતત બીજા દિવસે વીજચેકિંગ ડ્રાઈવ
ચાર સબ ડિવિઝનના ૨૩૫માંથી ૬૯ કનેક્શનોમાં વીજચોરી માલુમ પડતા કાર્યવાહી
ભાવનગર - પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬૯ કનેક્શનોમાં રૃા.૨૨.૬૨ લાખની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
ભાવનગર પીજીવીસીએલ વર્તૂળ કચેરી હેઠળના સીટી-૨ ડિવિઝનમાં ગતરોજ પીજીવીસીએલ દ્વારા રૃા.૧૮.૫૯ લાખની વીજચોરી પકડી હતી. જે બાદ આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ યથાવત્ રહી હતી. ભાવનગર પીજીવીસીએલના પાલિતાણા ડિવિઝનના ત્રાપજ, તળાજા-૧, ૨ અને પીથલપુર સબ ડિવિઝનમાં વીજતંત્રની ૩૦ ટીમોએ આજે વીજચેકિંગની કામગીરી કરી હતી. જેમાં વીજતંત્રની ટીમોએ ૨૨૫ રહેણાંકી,૭ વાણિજ્ય અને ૩ ખેતીવાડી મળી કુલ ૨૩૫ કનેક્શનો તપાસ્યા હતા. જેમાંથી ૬૬ રહેણાંકી, ૨ વાણિજ્ય અને ત્રણ ખેતીવાડી મળી કુલ ૬૯ કનેક્શનોમાં રૃા.૨૨.૬૨ લાખની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.




