Bhavnagar

આજે સતત બીજા દિવસે આંગણવાડી, શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલે મહત્વનો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટે જિલ્લાની તમામ આંગણવાડી, સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જોકે, શિક્ષકો-કર્મચારીઓએ હાજર રહેવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે સતત બીજા દિવસે આંગણવાડી, શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે

જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે

વિદ્યાર્થી બાળકોની સલામતીને પ્રાથમિક્તા આપી જિલ્લા કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો

ભાવનગર -  આજે દિવસભર હળવા ભઆરે ઝાપટાં વરસ્યા બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી શરૃ હોય વિદ્યાર્થી બાળકોની સલામતીને ધ્યાને રાખી સતત બીજા દિવસે જિલ્લામાં આંગણવાડી, શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા કલેક્ટડર દ્વારા અનુરોધ કરાયો છે.

હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપતા જિલ્લા કલેક્ડટર ડો.મનીષ બંસલે સતત બીજા દિવસે તા.૧ ઓગસ્ટના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભાવનગર જિલ્લાની સૈક્ષણિક સંસ્થઆઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે, શાળા કોલેજના આચાર્યો, શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ નિયમિત સમયસર હાજર રહી જરૃરી વહિવટી કામગીરી બજાવવાની રહેશે.