મહુવાની કોલેજની દીવાલ સાથે કાર અથડાવી ચાલક ફરાર, ગાડીમાંથી વિદેશી દારૃનો જથ્થો મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બેફામ ઝડપે દોડતી કાર અકસ્માત બાદ બિનવારસી હાલતમાં મળી આવી, પોલીસે રૃ.૧.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગર - ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતોં .કાર (નં. જીજે-૦૫-આરએન-૯૧૪૧) ના ચાલકે પારેખ કોલેજ પાસે પોતાની ગાડી પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી કોલેજની દીવાલ સાથે ભટકાવી દીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત સર્જીને ચાલક ગાડી ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટયો હતો.પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જાગૃત નાગરિક દ્વારા આ અંગે ફોન પર માહિતી મળતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. કાર બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે પંચોની હાજરીમાં ક્રેન વડે ગાડીને પોલીસ સ્ટેશને લાવી તેની ડિકી ખોલી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની ડિકીમાંથી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૃની સીલપેક બોટલો મળી આવી હતી, જેમાંથી કેટલીક બોટલો ફૂટી ગઈ હતી અને દારૃ નીચે ટપકતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૃ.૮,૯૫૦ ની કિંમતની વિદેશી દારૃની ૦૮ સીલપેક બોટલો અને રૃ.૧,૫૦,૦૦૦ ની કિંમતની કાર મળીને કુલ રૃ.૧,૫૮,૯૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહુવા ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




