Bhavnagar

બોટાદમાં બાઈક આડે ગાય આવતા ચાલકનું ગંભીર ઇજા બાદ મોત

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
બોટાદ-ભાવનગર ગઢડા રોડ પર 9 જૂન, 2026ના રોજ ગુરુકુળના પ્રિન્સિપાલ કમલેશભાઈ મહેતા (ઉં.વ. 59) બાઇક પર નોકરીએ જતા હતા. અચાનક ગાય આડી આવતા, રાહદારીને બચાવવા જતાં બાઇક અથડાતાં તેઓ પટકાયા. માથામાં ગંભીર ઇજા થતાં તેમને ભાવનગર ખસેડાયા, જ્યાં 10 જૂને તેમનું મૃત્યુ થયું. બોટાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં બાઈક આડે ગાય આવતા ચાલકનું ગંભીર ઇજા બાદ મોત

બોટાદ ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો

પ્રિન્સીપાલ બાઇક પર નોકરીએ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર - બોટાદના ગઢડા રોડ પર ગત ૯ જૂન ૨૦૨૬ના રોજ સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલક આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ, બોટાદના મહાદેવનગર ખાતે રહેતા અને ગુરુકુળમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા (ઉં.વ. ૫૯) પોતાની મોટરસાઇકલ (જીજે-૩૩-એ-૮૧૮૧) લઈને નોકરી પર જઈ રહ્યા હતા. ગઢડા રોડ પર પેટ્રોલ પંપ અને  સામે અચાનક ગાય આડી આવતા, ત્યાંથી પસાર થતા રાહદારી કિશોરભાઈ કળથીયા સાઇડમાં ખસવા ગયા હતા. તે વખતે કમલેશભાઈએ બાઇક તેમની પાછળ અથડાવી દીધી હતી અને પોતે રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.તેમને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ૧૦ જૂનના રોજ તેમનું મોત થયું હતું. આ બનાવ સંદર્ભે ભરતભાઈ ચંદ્રકાંતભાઈ મહેતાએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં બીએનએસએસ. અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.