શનિવારે ઘોઘામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વહીવટી તંત્ર તરફથી તૈયારીઓને અપાઈ રહેલો આખરી ઓપ
રાજ્ય મંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાશે, રાષ્ટ્રભાવના-દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે
ભાવનગર - ઘોઘામાં આગામી ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમની તૈયારીઓને વહીવટી તંત્ર તરફથી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ઘોઘામાં રો-રો ફેરી ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે સવારે ૯ કલાકે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. ધ્વજવંદનાની સાથે રાષ્ટ્રભાવના અને દેશભક્તિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આઝાદી પર્વમાં જિલ્લાવાસીઓને જોડાવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.




