Bhavnagar

ભોગાવો નદીમાં પાણી વધતા ધોલેરાનું વણિતળાવ ગામ ટાપુ બન્યું

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
ધંધુકા અને ધોલેરાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદને કારણે NDRF અને ગ્રામ્ય પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે. ફેદરાની ગ્રીન રેસિડેન્સી કંપનીમાંથી મહેમાનો અને 30 મજૂરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ભોગાવો નદીમાં પૂર આવતા વણિતળાવ ગામ સંપર્કવિહોણું બન્યું છે, જ્યારે આનંદપુર-બુરાનપુર રોડ બંધ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભોગાવો નદીમાં પાણી વધતા ધોલેરાનું વણિતળાવ ગામ ટાપુ બન્યું

ફેદરાની કંપનીમાંથી શ્રમિકોને સલામત સ્થળે ખસેડાયા

ધંધુકા અને ધોલેરાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્કયુ ઓપરેશનનો પ્રારંભ કરાયો

ધંધુકા -  તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ધંધુકા પોલીસ સહિત જિલ્લા ગ્રામ્ય પોલીસ અને એન.ડી.આર.એફ.દ્વારા રેસ્કયુ કામગીરી વેગીલી બનાવવામાં આવેલ છે. વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના પુરમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.

ફેદરા ઓ.પી. વિસ્તારમાં આવેલ ગ્રીન રેસિડેન્સી કંપની ખાતે વરસાદી પાણી ભરાતા ત્યાં રોકાયેલા મહેમાનો અને મજૂરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધંધુકા પોલીસ સ્ટેશન અને ફેદરા ઓ.પી.ના પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને રેસ્કયુ ઓપરેશન શરૃ કરવામાં આવ્યુ હતુ. પોલીસ સ્ટાફે સ્થળનું નિરીક્ષણ કરી કંપની ખાતે હાજર તમામ મહેમાનો તથા મજૂરોે સલામત રીતે રેસ્કયુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ભારે વરસાદને પગલે ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા વણિતળાવ ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ગામ હાલ ટાપુમાં ફેરવાઈ ગયેલ છે. જયારે આનંદપુર અને બુરાનપુર તરફ જતો એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.  પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સતત પેટ્રોલીંગ અને મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.