શહેરના સાંઢીયાવાડ, જોગીવાડની ટાંકી વિસ્તારમાં ભરાતુ વરસાદી પાણીના નિકાલની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાણી નિકાલ સહિતની ફરિયાદના પગલે તાકીદે કાર્યવાહી જરૃરી
રૃવાપરી રોડ, કાગદીવાડ વગેરે વિસ્તારોમાં લાઇન સાથે ડ્રેનેજ ભળી હોવાની ફરિયાદ
ભાવનગર - શહેરના સાંઢીયાવાડ, જોગીવાડની ટાંકી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોય પાણી નિકાલના જાળીયા સાફ કરી નવા નાખવાની માંગણી કરાઇ છે.
એ.આઇ.એમ.આઇ.એમ.ના સક્રિય સભ્યો ભાવનગર શહેરના વિવિધ પ્રશ્નોના જેવા કે સાંઢીયાવાડ વિસ્તારના મહાવતવાળો ખાંચો તથા કામળ ફળી ચોક તથા જોગીવાડની ટાંકી વિસ્તારમાં વરસાદના પાણીનો ભરાવો થતો હોય વરસાદી પાણીના જળીયા સાફ કરવા બાબત તથા જોગીવાડની ટાંકી સિદ્દીક મસ્જીદ પાસે વરસાદી પાણીને ભરાવો થતો હોય ત્યાં વરસાદી પાણીના જાળીયા નાખવા તથા રૃવાપરી રોડ કાગદીવાડ મસ્જીદની આજુબાજુ તથા ચોપદારવાડ તથા અન્ય વિસ્તારમાં પાણીની લાઇન સાથે ગટરનું પાણી ભળી જતા દુર્ગંધયુક્ત વાસવાળુ પાણી ને લઇને તમામ વિગત સાથે અધિકારીઓને રૃબરૃ રજૂઆતો કરી હતી. સાથે તમામ વિભાગ તરફથી પ્રશ્નનો દૂર કરવાની ખાત્રી આપેલ. જે કામ સત્વરે કરવા માંગણી ઉઠવા પામી છે.




