Bhavnagar

સાસરિયા પાસે સારવારના પૈસા માંગતા પુત્રવધૂ અને ભાઈ પર લોખંડના પાઈપથી હુમલો

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
પાલીતાણાના ભીલવાસમાં કરુણાંતિકા સર્જાઈ છે. 1 વર્ષના બીમાર બાળકને ભાવનગર સારવાર અર્થે લઈ જવા પૈસા માંગતા સાસુ, પતિ અને દિયરે 20 વર્ષીય જીજુબેનને ઢોરમાર માર્યો હતો. બચાવવા વચ્ચે પડેલા ભાઈને પણ લોખંડના પાઈપથી ઈજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાસરિયા પાસે સારવારના પૈસા માંગતા પુત્રવધૂ અને ભાઈ પર લોખંડના પાઈપથી હુમલો

મમતા શરમાઈ ! ૧ વર્ષના બીમાર બાળક માટે

પાલીતાણાના ભીલવાસમાં કરુણાંતિકા, તાવથી પીડાતા માસૂમને ભાવનગર લઈ જવાની ના પાડી સાસુ-પતિ-દિયરે ઢોરમાર માર્યો

ભાવનગર -  ૧ વર્ષના ગંભીર બીમાર બાળકને વધુ સારવાર માટે ભાવનગર લઈ જવા માટે પૈસા માંગવા જેવી બાબતે સાસરિયાઓએ ક્રતાની તમામ હદો વટાવી દીધી હોવાની ચકચારી ઘટના પાલીતાણાના ભીલવાસ વિસ્તારમાં સામે આવી છે.

મળતી વિગતો અનુસાર, પાલીતાણાના ભીલવાસમાં રહેતી ૨૦ વર્ષીય જીજુબેન દેવળીયાનો ૧ વર્ષનો માસૂમ દીકરો વેનીશ છેલ્લા ચાર-પાંચ દિવસથી તીવ્ર તાવથી પીડાતો હતો. સ્થાનિક ડોક્ટરે બાળકની હાલત જોતાં તેને વધુ સારવાર માટે ભાવનગર રિફર કર્યો હતો. આથી, જીજુબેને પોતાની સાસુ શીલાબેન પાસે સારવારના ખર્ચ માટે પૈસા માંગતા, સાસુએ અમારે કોઈ ખર્ચા નથી કરવા તેમ કહી ગાળો આપી ઢીંકા-પાટુનો માર માર્યો હતો.

દરમિયાન પતિ વિકાસ વિક્કીભાઇ દેવળીયાએ આવીને પટ્ટા વડે માર માર્યો હતો અને સસરા વિક્કી દેવળીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બહેનનો બચાવ કરવા વચ્ચે પડેલા નાના ભાઈ હીરાભાઈ પર દિયર વીરભાઈ અને પતિએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ભાઈને માથાના ભાગે રક્તરંજિત ઈજા થતાં ૩ ટાંકા આવ્યા હતા.ઘટના બાદ ઈજાગ્રસ્ત બહેન-ભાઈને ૧૦૮ મારફતે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પાલીતાણા ટાઉન પોલીસે સાસુ, પતિ, દિયર અને સસરા સામે બી.એન.એસ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરીછે.