તળાજામાં કાર ધીમી ચલાવવાનું કહેતા દંપતિને માર મારી ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચોકમાં બાળકો રમતા હોવાથી વાહન ધીમુ ચલાવવા કહ્યું હતું
પતિ-પત્નિને અપશબ્દો કહી માર મારી ધમકી આપનારા બે શખ્સ સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર - તળાજાના દેવડી ચોકમાં બાળકો રમતા હોવાથી કાર ધીમી ચલાવવાનું કહેતા બે શખ્સે દંપતિને માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજાના દેવડી ચોક વિસ્તારમાં રહેતા સંજયકુમાર ધનસુખભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં અહત અકબરભાઈ પઠાણ અને અનસ હબીબભાઈ પઠાણ (બન્ને રહે.તળાજા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના દિકરી ચોકમાં રમતા હતા ત્યારે ઉક્ત અહત પુરઝડપે કાર લઈને નિકળતા તેમણે ચોકમાં બાળકો રમતા હોવાથી કાર ધીમી ચલાવવાનું કહેતા, આ તારા બાપનો ચોક નથી તેમ કહી થોડીવાર બાદ ઉક્ત બન્નેએ આવી તેમને તથા તેમના પત્નિને અપશબ્દો કહી ઢીકાપાટું અને લાફટું વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તળાજા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




