Bhavnagar

બોટાદમાં ઘર પાસે ટોળું વળવાની ના પાડતા દંપતી પર પાઇપ-દાતરડાથી હુમલો

By GS Team
30 Jun 20261 min read
TukuTouch Logo
બોટાદના ઢાંકણીયા રોડ પર પકા શેઠની વાડી પાસે, માણસો ભેગા કરવાની ના પાડતા દંપતી પર હિંસક હુમલો થયો. લાલા, સંજય અને સુમિત મકવાણાએ લોખંડના પાઇપ અને દાતરડા વડે હિંમતભાઈ અને તેમના પત્ની મીરાબેનને માર માર્યો. પત્નીને કાંડાના ભાગે ગંભીર ઈજા થઈ. ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલે ખસેડાયા, પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં ઘર પાસે ટોળું વળવાની ના પાડતા દંપતી પર પાઇપ-દાતરડાથી હુમલો

મોડી રાત્રે ત્રણ શખ્સે ઘરે ધસી જઈ માર માર્યો

બોટાદ ટાઉન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો, ઇજાગ્રસ્ત દંપતિને હોસ્પિટલમાં દાખલ કરાયા

ભાવનગર -  બોટાદના ઢાંકણીયા રોડ પર પકા શેઠની વાડી પાસે ઘર પાસે માણસો ભેગા કરવાની ના પાડતા દંપતી પર હિંસક હુમલો થયો છે. આ અંગે મજૂરી કામ કરતા યુવાનેએ ત્રણ શખ્સો સામે બોટાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બોટાદના ઢાંકણીયા રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા હિંમતભાઈ વાસકુરભાઈ સાથલિયાના ઘર પાસે લાલા ભીખાભાઈ મકવાણા માણસો ભેગા કરી બોલાચાલી કરતો હોઈ, હિંમતભાઈએ તેને ટોળું ન વાળવા જણાવ્યું હતું. આ બાબતની અદાવત રાખી મોડી રાત્રે લાલા, સંજય અને સુમિત મકવાણા લોખંડનો પાઇપ અને દાતરડું લઈ હિંમતભાઈના ઘરે ધસી આવ્યા હતા અને હિંમતભાઈને પાઇપ અને ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. પતિને બચાવવા વચ્ચે પડેલા પત્ની મીરાબેન પર સંજયએ દાતરડા વડે હુમલો કરતા તેમને કાંડાના ભાગે ગંભીર ઇજા કરી હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવ સંદર્ભે હિંમતભાઈએ ત્રણ શખ્સ વિરૃધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.