શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો, ૫૫ દરવાજા બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વરસાદનું જોર નબળું પડતા ૧૫ હજાર ક્યુસેક જેટલી પાણીની આવક ઘટી
- ખાંભડા ડેમમાં ૧૪૮ અને રોજકીમાં ૧૮૩ ક્યુસેક પાણીની આવક-જાવક, ગોમામાં ૪૦ ક્યુસેક નવા નીરની આવક શરૂ
ભાવનગર : બે દિવસ સાર્વત્રિક બાદ વરસાદનું જોર નબળું પડતા ઉપરવાસમાંથી ૧૫ હજાર ક્યુસેક જેટલી પાણીની આવક ઘટી જતાં શેત્રુંજી ડેમના ૫૫ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ ૪૫૦ ક્યુસેક પાણીની આવક હોય, ૪ દરવાજા એક ફૂટ ખુલ્લા રાખી પાણી છોડવામાં આવી રહ્યું છે.
પાલિતાણાના નાની રાજસ્થળી ગામ પાસે આવેલા શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો થવાના કારણે આજે શનિવારે ડેમના ૫૫ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે શેત્રુંજી ડેમમાં ૧૫,૩૪૦ ક્યુસેક પાણીની આવક હતી. જે આજે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ઘટીને ૪૫૦ ક્યુસેક થઈ જતાં માત્ર ૪ દરવાજા ૧ ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તેમજ ખાંભડા ડેમમાં પણ પાણીની આવક-જાવક ૧૧૩૭ ક્યુસેકમાંથી ઘટીને ૧૪૮ ક્યુસેક થઈ છે. રોજકી ડેમમાં ૧૮૩ ક્યુસેક પાણીની આવક-જાવક અને ગોમા ડેમમાં ૪૦ ક્યુસેક નવા નીરની આવક શરૂ છે.
વધુમાં ખારો ડેમમાં રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ૦૫ મિ.મી., રંઘોળા, બગડ, રોજકીમાં ૧૦-૧૦ મિ.મી., લાખણકામાં ૦૫ મિ.મી. અને હમીરપરા ડેમ વિસ્તારમાં ૧૫ મિ.મી. વરસાદ વરસ્યાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
આઠ તાલુકામાં સામાન્ય વરસાદ
ભાવનગર અને બોટાદ જિલ્લાના આઠ તાલુકામાં આજે શનિવારે સામાન્ય વરસાદ વરસ્યો હતો. વલ્લભીપુર અને ભાવનગરમાં ૪-૪ મિ.મી., ઘોઘામાં ૩ મિ.મી., સિહોરમાં ૯ મિ.મી., પાલિતાણામાં ૧ મિ.મી., તળાજામાં ૬ મિ.મી. અને મહુવામાં ૭ મિ.મી. તેમજ બરવાળામાં ૬ મિ.મી. વરસાદ પડયાંનું ભાવનગર અને બોટાદ જિલ્લા ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે. ભાવનગરમાં સાંજે હળવા છાંટા વરસ્યા બાદ ત્રણ દિવસ પછી ઉઘાડ નીકળ્યો હતો.









