Bhavnagar

ગઢડામાં જળઝીલણી મહોત્સવ દરમિયાન હોડી ડૂબી, સેવાધારીઓની સૂચકતાથી મોટી હોનારત ટળી

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
ગઢડામાં ઘેલા નદીના કાંઠે ગોપીનાથજી દેવ મંદિર દ્વારા આયોજિત જળઝીલણી મહોત્સવમાં અગિયારસના પવિત્ર પર્વે અચાનક હોડી ડૂબવા લાગી હતી. આ ઘટનાથી ક્ષણભર માટે અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સેવાભાવીઓએ તુરંત બચાવ કાર્ય હાથ ધર્યું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ ભક્તોને સુરક્ષિત બહાર કઢાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગઢડામાં જળઝીલણી મહોત્સવ દરમિયાન હોડી ડૂબી, સેવાધારીઓની સૂચકતાથી મોટી હોનારત ટળી

કોઈ જાનહાનિ નહીં, તમામ ભક્તો સુરક્ષિત

ઘેલા નદીના કાંઠે અગિયારસના પવિત્ર પર્વે ગોપીનાથજી દેવ મંદિર દ્વારા યોજાયેલા ઉત્સવમાં ક્ષણભર અફરાતફરીનો માહોલ સર્જાયો

ગઢડા - ગઢડામાં આવેલા ગોપીનાથજી દેવ મંદિર દ્વારા પવિત્ર અગિયારસના પાવન પ્રસંગે પરંપરાગત રીતે જળઝીલણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ભગવાનની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા હરિભક્તોના નાદ સાથે ઘેલા નદીના કાંઠે પહોંચી હતી. ત્યારે અચાનક નદી વચ્ચે ભગવાનને બિરાજમાન કરાયેલી હોડીનું સંતુલન બગાડતાં તે પાણીમાં ડૂબવા લાગી હતી. આ અણધારી ઘટનાને કારણે થોડી ક્ષણો માટે નદી કિનારે હાજર હજારો ભક્તોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.જોકે મોટી દુર્ઘટના થતા અટકી હતી.

ગઢડા સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિર દ્વારા પવિત્ર અગિયારસના પાવન પ્રસંગે પરંપરાગત રીતે જળઝીલણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી સનાતન પરંપરા મુજબ ભગવાનની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા હરિભક્તોના નાદ સાથે ઘેલા નદીના કાંઠે પહોંચી હતી. ત્યાં ઘેલા નદીના પવિત્ર જળમાં ભગવાનને વિશેષ શણગારેલી હોડીમાં બિરાજમાન કરી જળઝીલણી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી હતી.જ્યારે હરિભક્તો ભાવવિભોર થઈને ઉત્સવનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક નદી વચ્ચે ભગવાનને બિરાજમાન કરાયેલી હોડીનું સંતુલન બગાડતાં તે પાણીમાં ડૂબવા લાગી હતી. આ અણધારી ઘટનાને કારણે થોડી ક્ષણો માટે નદી કિનારે હાજર હજારો ભક્તોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.જોકે, ઘટનાસ્થળે તૈનાત અને હાજર સેવાધારીઓ તેમજ ભક્તોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અુત સમયસૂચકતા દાખવી હતી. સેવાધારીઓએ તાત્કાલિક પાણીમાં કૂદીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઝડપી અને સુઆયોજિત બચાવ કામગીરીના પરિણામે હોડીમાં સવાર તમામ લોકોને કોઈપણ પ્રકારની ઈજા કે જાનહાનિ વગર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.સેવાધારીઓની સતર્કતાને કારણે એક અતિ મોટી દુર્ઘટના ટળતાં જળઝીલણી મહોત્સવમાં હાજર તમામ હરિભક્તો અને મંદિર તંત્રે ઊંડો રાહતનો શ્વાસ લીધો હતો અને શ્રી ગોપીનાથજી મહારાજનો આભાર માન્યો હતો.