Bhavnagar

કોન્સ્ટેબલની મીઠી નજર હેઠળ ખેલાયો કાળો કારોબાર, એસએમસીની સજકલ સ્ટ્રાઈકમાં ૩૯ ઝબ્બે!

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ઝેરી રસાયણયુક્ત પીણાથી 13 લોકોના કરુણ મોત થયા છે, જેના પગલે રાજ્યભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ લઠ્ઠાકાંડમાં SMCએ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 39 આરોપીઓની ધરપકડ કરી છે. 13 મુખ્ય બુટલેગરો અને સપ્લાયરોને રિમાન્ડ પૂરા થતાં કોર્ટે જેલહવાલે કર્યા છે. પોલીસકર્મીઓની સંડોવણીથી કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોન્સ્ટેબલની મીઠી નજર હેઠળ ખેલાયો કાળો કારોબાર, એસએમસીની સજકલ સ્ટ્રાઈકમાં ૩૯ ઝબ્બે!

ઝેરી રસાયણના પીણાંથી ૧૩ લોકોના કરૃણ મોત, સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી

કાયદાનો ગાળિયો મજબૂત, રિમાન્ડની મુદત પૂરી થતાં ૧૩ મુખ્ય બુટલેગરો અને સપ્લાયરોને કોર્ટે જેલહવાલે કર્યા

ભાવનગર -  ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર બચાવનાર લઠ્ઠાકાંડમાં ૧૩ લોકોના મોત થયા છે. ખાખી વરદીને શરમજનક સ્થિતિમાં મુકતા આ પ્રકરણમાં એસએમસી દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૩૯ આરોપીઓની ધરપકડ કરી છે.તો બીજી તરફ દારૃના સપ્લાયરો અને બુટલેગરોની લઠ્ઠા કાંડમાં ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા ૧૩ આરોપીઓના રિમાન્ડની અવધિ પૂર્ણ થતા પોર્ટમાં રજૂ કરી આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.

રાજ્યભરમાં અરેરાટી અને ભારે ચકચાર મચાવનારા ભાવનગરના ઝેરી લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ૧૩ પર પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઝેરી રસાયણના કાળમુખા કારોબારે કેટલાય પરિવારોની છત્રછાયા છીનવી લીધી છે. આ હૃદયદ્રાવક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા જ સ્ટેટ મોનિટરિંગ સેલએ સમગ્ર મામલાની બાગડોર પોતાના હાથમાં લઈ કાયદાનો કોરડો વીંજ્યો છે. ખાખી વરદીને શરમજનક સ્થિતિમાં મુકતા આ પ્રકરણમાં એસએમસી દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૩૯ આરોપીઓની ધાકડ ધરપકડ કરવામાં આવી છે.તેવામાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ આ કાળા કારોબારમાં પોલીસ કર્મચારીઓની મિલીભગત સપાટી પર આવતા ચકચાર મચી છે. સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી સૂચના મળતા જ સંડોવાયેલા રાજદીપસિંહ ગોહિલ (પોલીસ કોન્સ્ટેબલ),કિરીટ સોરઠીયા (હેડ કોન્સ્ટેબલ, વરતેજ),ધર્મપાલસિંહ (સસ્પેન્ડ બીટ જમાદાર, વરતેજ),હરપાલસિંહ (રાઇટર, વરતેજ),અશ્વિન મકવાણા ( કોન્સ્ટેબલ, હોસ્પિટલ પોલીસ ચોકી)પોલીસ કર્મચારીઓને કડક પૂછપરછ અર્થે ગાંધીનગર ખાતે તેડાવવામાં આવ્યા હતા. એસએમસીની તપાસનો ધોકો ફેરવાતા જ આબરૃના ધજાગરા ઉડયા છે.તો બીજી તરફ, આ ઝેરી કારોબારની જાળ ફેલાવનારા મુખ્ય સાગરીતો સામે પણ કાયદાકીય સૂરજ તપ્યો છે. પકડાયેલા અરવિંદ ઉર્ફે પાંડે દિનેશભાઈ સોલંકી, સંજય ઉર્ફે ચાલીસ ચાલીસ નાનુભાઈ મકવાણા, નીતિન ઉર્ફે મુન્ના દેવજીભાઈ મોરી, આનંદ રાકેશ છાંડી, કિશોર ઉર્ફે પોચો છનાભાઈ સોલંકી, મયુર વિનોદભાઈ સોલંકી, સંજય દેવજીભાઈ મોરી, મુકેશ ઉર્ફે કચોરી ગોવિંદભાઈ બારૈયા, સંજય ઉર્ફે ચકરમ ધનજીભાઈ બારૈયા, નિર્મલસિંહ ગંભીરસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ હરેન્દ્રસિંહ ગોહિલ, સંજય રાવતભાઈ ચાવડા અને ભાગીરથસિંહ સહદેવસિંહ ગોહિલના રિમાન્ડની મુદત પૂર્ણ થતાં એસએમસી દ્વારા તેઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી અદાલતે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ખાખીના ઓટલે કાળો કારોબાર,કોન્સ્ટેબલના ૧૦ દિવસના રિમાન્ડ, એસએમસીની તપાસ તેજ

રાજદીપસિંહ ૨૦૦૬ની ભરતીથી પોલીસ દળમાં જોડાયેલા અને રાજકોટ ટ્રાફિક બાદ ૨૦૧૪થી વરતેજ પોલીસ સ્ટેશન, એસઓજી તથા ડી-સ્ટાફમાં ફરજ બજાવી ચૂકેલા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની કાળા કારોબારમાં સંડોવણી સામે આવતા ચકચાર મચી છે. ૧૦ દિવસના રિમાન્ડ દરમિયાન એસએમસી દ્વારા આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને ખાખી પાછળ છુપાયેલા અન્ય આકાઓના નકાબ હટાવવા ચક્રગતિએ તપાસ તેજ કરાઈ છે.