Bhavnagar

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર રાજપુર પાટીયા નજીક ગફલતભરી રીતે બાઈક ચલાવનાર હેબતપુરના 51 વર્ષીય પ્રેમજીભાઈ ધરજીયાનું અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતાં અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે. બાવળીયાળી ખાતે પેટ્રોલ પુરાવી પરત ફરતા સમયે આ ઘટના બની હતી. ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા, પરંતુ રસ્તામાં જ દમ તોડ્યો. ધોલેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

ધોલેરા પોલીસ મથકે ગુનો નોંધાયો

ગફલતભરી રીતે બાઇક ચલાવી અજાણ્યા વાહન પાછળ ઘુસાડી દેતા હેબતપુરના ૫૧ વર્ષીય પ્રૌઢે જીવ ગુમાવ્યા

ભાવનગર - અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર રાજપુર પાટીયા નજીક સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ૫૧ વર્ષીય બાઇક ચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ, ધોલેરા તાલુકાના હેબતપુર ગામના રહેવાસી પ્રેમજીભાઈ બચુભાઈ ધરજીયા (ઉં.વ. ૫૧) ગત રોજ પોતાના બાઇક (જીજે-૦૧-એફવાય-૭૭૪૯) પર બાવળીયાળી ખાતે પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન રાજપુર પાટીયા નજીક અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર તેઓએ પોતાનું બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં કોઈ અજાણ્યા વાહન પાછળ ઘુસાડી દીધું હતું.અકસ્માતને પગલે પ્રેમજીભાઈને મોઢા, નાક અને દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રાથમિક સારવાર માટે ધોલેરા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે ભાવનગર સર. ટી. હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું કરૃણ મોત નીપજ્યું હતું.આ અંગે મૃતકના નાના ભાઈ બાબુભાઈ બચુભાઈ ધરજીયાની ફરિયાદના આધારે ધોલેરા પોલીસે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.