Bhavnagar

ભાવનગર રેલવે મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં મેળવ્યું પ્રથમ સ્થાન

By GS Team
30 Jun 20261 min read
TukuTouch Logo
ભાવનગર રેલવે મંડળે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનમાં નવો કિર્તીમાન સ્થાપ્યો છે. 28 જૂન, 2026ના રોજ શરૂ થયેલા અભિયાનના પ્રથમ દિવસે જ 3,569 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી પશ્ચિમ રેલવેમાં પ્રથમ ક્રમે રહ્યું. દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ રેલવે હોસ્પિટલ, 10 આરોગ્ય એકમો અને ટ્રેનોમાં કુલ 52 બૂથ સ્થપાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર રેલવે મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં મેળવ્યું પ્રથમ સ્થાન

ટ્રેનોમાં કુલ ૫૨ બૂથ સ્થાપવામાં આવ્યા હતા

પ્રથમ જ દિવસે ૩,૫૬૯ બાળકોને પોલિયો મુક્ત કરી સ્થાપ્યો નવો કીતમાન

ભાવનગર - પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

૨૮ જૂન, ૨૦૨૬ના રોજ શરૃ થયેલા આ અભિયાનના પ્રથમ જ દિવસે મંડળે ૩,૫૬૯ બાળકોને ઓરલ પોલિયો વેક્સિન (ઓપિવી)ના ટીપાં પિવડાવ્યા હતા. આ સિદ્ધિ સાથે ભાવનગર મંડળ પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં સર્વાધિક રસીકરણ કરીને પ્રથમ ક્રમે રહ્યું છે.આ અભિયાનનું સંચાલન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા અને મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડા. મનોજ કુમારના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. વરિ મંડળ વાણિજ્ય પ્રબંધક  અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, રસીકરણને વ્યાપક બનાવવા માટે રેલવે હોસ્પિટલ, ૧૦ આરોગ્ય એકમો તેમજ વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં કુલ ૫૨ બૂથ સ્થાપવામાં આવ્યા હતા.ત્યારબાદ ૨૯ અને ૩૦ જૂનના રોજ મેડિકલ ટીમોએ રેલવે કોલોનીઓમાં ઘર-ઘર જઈને બાકી રહી ગયેલા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શોધીને રસી આપી હતી. તબીબો, નસગ સ્ટાફ અને સ્વયંસેવકોની અથાગ મહેનતના કારણે આ અભિયાન સફળ રહ્યું છે, જે સરકારના 'પોલિયો મુક્ત ભારત'ના સંકલ્પને મજબૂત કરે છે.